મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, મેંગનીઝ, પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે.
જો મખાનાને ઘીમાં શેકીને ખાવામાં આવે તો ઘીના પોષક તત્વો પણ તેમાં આવી જાય છે.
મખાના અને ઘી બન્નેમાં કેલ્શિયમના ગુણ હોય છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.
પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે મખાનાનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.
પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે મખાનાનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.
દેસી ઘીમાં શેકીને મખાના ખાવાથી શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ મળે છે. શરીરમાં ઝેરી પદાર્થોને બગાર કાઢવામાં તે મદદ કરે છે.
મખાનામાં ડાયટ્રી ફાયબર મળી આવે છે જે આંતરડા માટે ફાયદાકારક માનવામાં આવે છે. પાચનમાં સુધાર માટે દેસી ઘીમાં શેકેલા મખાનાનું સેવન કરી શકાય છે.
સવારે ખાલી પેટ મખાના ખાવાથી લાંબા સમય સુધી ભુખ નથી લાગતી અને શરીરમાં એનર્જી રહે છે.
પ્રોટીનથી ભરપૂર હોવાના કારણે આ મેટાબોલિઝમને સારૂ કરે છે.