ભારતીય જીવન વીમા યોજના એટલે કે LIC વિશે તો તમે પરિચિત હશો જ. LIC સમયાંતરે નવી નવી યોજનાઓ અમલમાં મુકતું હોય છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પાનીપતમાં સખી વીમા યોજના લોન્ચ કરશે. આ યોજના શિક્ષિત મહિલાઓ માટે છે. આ યોજના ધોરણ 10 પાસ અને 18 થી 70 વર્ષની મહિલાઓ માટે છે. આ યોજનામાં ભાગ લેનારી મહિલાઓ ‘વીમા સખી’ તરીકે ઓળખાશે અને પોતાના વિસ્તારમાં અન્ય મહિલાઓને વીમો કરાવવામાં મદદ કરશે. જે તેમને સ્વ રોજગારની તક આપશે.
ભારતીય જીવન વીમા નિગમનો આ પ્રયાસ 18 થી 70 વર્ષની મહિલાઓને સશક્ત કરવા માટે બનાવ્યો છે જે મહિલાઓ 10 પાસ હોય. આ યોજના અંતર્ગત મહિલાઓમાં નાણાકીય સમજ વધારવા સાથે વીમાનું મૂલ્ય પણ સમજાવશે. તેના માટે તેમને ખાસ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ 3 વર્ષની હશે જેમાં તેમને થોડા રૂપિયા પણ મળશે. 3 વર્ષની તાલીમ બાદ આ 10 પાસ મહિલાઓ વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે. અને ગ્રેજ્યુએટ મહિલાઓ LIC માં અધિકારી પણ બની શકશે.
- આ યોજનામાં એપલે કરવા માટે ઓછામાં ઓછું 10 ધોરણ કે મેટ્રિકનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
- આ યોજના માટે વય મર્યાદા 18 થી 70 ની રહેશે.
- 3 વર્ષની તાલીમ દરમિયાન તેમને દર મહિને અમુક રકમ સ્ટાઈપંડ મળશે
- આ એક તાલીમ યોજના છે, આમાં કોઈ મહિલાને વીમા નિગમના કર્મચારી તરીકે વેતન કે પોસ્ટ મળશે નહીં કે ના કોઈ અધિકાર મળવાપાત્ર રહેશે.
- આ યોજનામાં ભાગ લેનાર મહિલાઓએ કેટલાક ખાસ પરફોર્મન્સ શરતોને આધીન રહેવું પડશે અને તેના માપદંડને આધારે તેમની પ્રગતિ નક્કી થશે.
સખી વીમા યોજનામાં કેળતા મળશે પૈસા?
આ યોજનામાં જે મહિલા જોડાશે તેણે પહેલા 3 વર્ષ સુધી તાલીમ લેવી પડશે. અને આ તાલીમ દરમિયાન તેમને અમુક રકમ સ્ટાઈપંડ રૂપે મળશે. આજથી શરૂ થઈ રહેલી આ યોજનામાં પહેલા વર્ષે બોનસ કમિશન સિવાયની રકમ 84000 રૂપિયા નક્કી કરવામાં આવી છે આ રકમ મહિલા એજન્ટને મળશે. . આ ઉપરાંત તેમને દર મહિને સ્ટાઈપંડ મળશે.
- પહેલા વર્ષે : 7000 રૂપિયા/ મહિને
- બીજા વર્ષે: 6000 રૂપિયા/ મહિને ( પહેલા વર્ષમાં વેચેલી પોલિસીઓ માંથી 65% પોલિસી સક્રિય હોવી જરૂરી રહેશે.
- ત્રીજા વર્ષે: 5000 રૂપિયા/ મહિને ( બીજા વર્ષે વેચેલી પોલિસી માંથી 65% પોલિસી સક્રિય હોવી જરૂરી રહેશે)
કેવી રીતે કરશો એપ્લાય ?
- LIC ની ઓફિશિયલ વેબસાઇટ https://licindia.in/test2 પર જાઓ.
- ત્યાં નીચે Click here for Bima Sakhi લિંક પર ક્લિક કરો
- ત્યારબાદ તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એડ્રેસ વગેરે વિગતો ભરો.
- જો તમે LIC ઈન્ડિયાના કોઈ એજન્ટ/ અધિકારી/ કર્મચારી/ ડેવલપમેન્ટ ઓફિસર સાથે સંલગ્ન હોય તો તેની જાણકારી આપો અને છેલ્લે કેપ્ચા કોડ લખીને સબમિટ બટન પર ક્લિક કરો.
એપ્લાય કરવા આ દસ્તાવેજો જરૂરી
- ઉંમરનું પ્રમાણ પત્ર
- સરનામાનું પ્રૂફ
- 10 પાસનું સર્ટિફિકેટ
- આ બધા દસ્તાવેજો પર ઉમેદવારની સહી / સેલ્ફ અટેસ્ટેડ હોવું જરૂરી છે.
- જો માહિતી અધૂરી કે ખોટી હશે તો આવેદન રિજેક્ટ થઈ જશે.
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
- જે વ્યક્તિ પહેલાથી LIC એજન્ટ કે કર્મચારી છે તેના પરિવારમાંથી કોઈ આ યોજનામાં ભાગ લઈ શકશે નહીં
- પૂર્વ LIC એજન્ટ કે સેવા નિવૃત LIC અધિકારી પણ ફોર્મ ભરી શકશે નહીં.
- જે લોકો હાલમાં LIC એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે તે પણ નહીં ભરી શકે ફોર્મ
- ફોર્મ સાથે લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવો જરૂરી છે.