આજે એટલે કે ગુરુવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. સત્રની શરૂઆતમાં જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીની તબિયત વિશે પૂછ્યું તો તેમણે PM ને માત્ર મણિપુર પર જ સવાલ કર્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મારી હાલત ઠીક છે, મણિપુર ઠીક નથી.
વડાપ્રધાન આજે વિપક્ષી નેતાઓને મળવા ગયા હતા
સોનિયા ગાંધીએ વડાપ્રધાનનેપી કહ્યું કે, મણિપુરની હાલત સારી નથી. સંસદમાં આ અંગે ચર્ચા થવી જોઈએ. લોકસભામાં વડાપ્રધાન આજે વિપક્ષી નેતાઓને મળવા ગયા હતા. પીએમ સામાન્ય રીતે સત્રના પહેલા દિવસે તમામ સાંસદોને મળે છે. આ પ્રથાને જાળવી રાખીને આજે તેમણે સોનિયા ગાંધીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું.
વિપક્ષ સતત મણિપુર પર ચર્ચાની માગ કરી રહ્યો છે
અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે, સોનિયા ગાંધીએ વડાપ્રધાનને મણિપુર અંગે ગૃહમાં ચર્ચા કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે પીએમને તેમની પાસેથી આવા સવાલની અપેક્ષા નહોતી. પીએમ મોદી તેનાથી આશ્ચર્યચકિત થયા અને કહ્યું કે ઠીક છે, હું જોઈશ. વિપક્ષ સતત મણિપુર પર ચર્ચાની માગ કરી રહ્યો છે. આજે ગૃહમાં આ બાબતે હોબાળો પણ થયો હતો. વિપક્ષના સાંસદોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
#WATCH | Congress MP Adhir Ranjan Chowdhury says, "…I feel it is strange that the PM is speaking outside the Parliament something which he should have spoken inside. I urge him to break his silence inside the House. Parliament is the biggest forum…When we asked him about… pic.twitter.com/tffiUg0tGW
— ANI (@ANI) July 20, 2023
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિપક્ષની બેઠકમાં હાજરી આપીને બેંગલુરુથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જ્યારે પીએમને આ અંગેની માહિતી મળી તો તેઓ તેમની હાલત પૂછવા ગયા હતા. સોનિયા ગાંધીએ મણિપુર હિંસા પર એક વીડિયો જાહેર કર્યો અને કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછ્યા છે.