યુએસ સેનેટે FBI (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના કાશ પટેલના નામાંકનને મંજૂરી આપી છે. સી-સ્પેન મુજબ, પટેલે ૫૧-૪૭ મતથી મંજૂરી મેળવી. ડેમોક્રેટ્સે ચેતવણી આપી હતી કે રિપબ્લિકન સમર્થક કશ્યપ પટેલ, રાષ્ટ્રપતિના રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે FBIનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમના વિરોધ છતાં આ મંજૂરી મળી.
કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના 9મા ડિરેક્ટર તરીકે પુષ્ટિ મળવા બદલ હું સન્માનિત છું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ બોન્ડીનો તેમના અતૂટ વિશ્વાસ અને સમર્થન બદલ આભાર. એફબીઆઈનો લાંબો વારસો છે. જી-મેનથી લઈને 9/11 પછી આપણા દેશનું રક્ષણ કરવા સુધી. અમેરિકન લોકો એવી FBIને લાયક છે જે પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ હોય. આપણી ન્યાય વ્યવસ્થાના રાજકીયકરણથી જનતાનો વિશ્વાસ ડગી ગયો છે. પણ તે આજે સમાપ્ત થાય છે.’
I am honored to be confirmed as the ninth Director of the Federal Bureau of Investigation.
Thank you to President Trump and Attorney General Bondi for your unwavering confidence and support.
The FBI has a storied legacy—from the “G-Men” to safeguarding our nation in the wake of…
— FBI Director Kash Patel (@FBIDirectorKash) February 20, 2025
એફબીઆઈ વડા બનતાની સાથે જ કાશે ઇતિહાસ રચ્યો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ભારતીય મૂળના કાશ પટેલને મોટી જવાબદારી મળી. કાશ પટેલને FBIના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમણે ભારતીય મૂળના પ્રથમ FBI વડા બનીને ઈતિહાસ રચ્યો છે. તેમના નામને યુએસ સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ જાહેરાત કરી હતી કે તેઓ કાશ પટેલને FBI વડા બનાવશે.
સેનેટ ન્યાયતંત્ર સમિતિએ FBIના વડા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રિય કાશ પટેલને સમર્થન આપ્યું. સી-સ્પેન અનુસાર, યુએસ સેનેટે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના કાશ પટેલના નામાંકનને મંજૂરી આપી છે.
કોણ છે કાશ પટેલ?
પટેલનો જન્મ 25મી ફેબ્રુઆરી, 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના માતા-પિતા ગુજરાતથી પૂર્વ આફ્રિકા ગયા હતા, અને પછી ત્યાંથી કેનેડાના રસ્તે થઈને અમેરિકામાં વસી ગયા હતા.