ગુજરાત સરકારે આ જાહેરાત કરીને મહિલા ધારાસભ્યોની રજુઆત અનુસાર તેમની ગ્રાન્ટમાં સવા કરોડ રૂપિયાનો વધારો કરી આપેલ છે. આ વધારાની ગ્રાન્ટ તેમને વર્ષ 2023-24 માટે મળવાપાત્ર રહેશે. આ રકમનો ઉપયોગ તેઓ પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સહિતના વિકાસકાર્યો માટે કરી શકશે.
રાજ્યના મહિલા ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2023-24 ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જનપ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે…
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 10, 2023
અહેવાલો અનુસાર ગુજરાત સરકારે મહિલાલક્ષી વધુ એક નિર્ણય લીધો છે. હાલમાં ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાંથી 2022 વિધાનસભા ચૂંટણીમાં 14 વિધાનસભા વિસ્તારોમાં મહિલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. હવે આ તમામ મહિલા ધારાસભ્યોને ગુજરાત સરકાર તરફથી સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળવાની છે.
મહિલા ધારાસભ્યોએ કરી હતી રજુઆત
નોંધનીય છે કે થોડા સમય પહેલા ગુજરાતના મહિલા ધારાસભ્યોએ પોતાના વિસ્તારના વિકાસના કાર્યો વધુ સારી રીતે થાય તે માટે મુખ્યમંત્રી સમક્ષ વધારાની ગ્રાન્ટ આપવા માટે રજુઆત કરી હતી. જેનો તેમને તે સમયે પણ ભુપેન્દ્ર પટેલ તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો.
હવે ગુજરાત સરકારે આ જાહેરાત કરીને મહિલા ધારાસભ્યોની રજુઆત અનુસાર તેમની ગ્રાન્ટમાં સવા કરોડ રૂપિયાનો વધારો કરી આપેલ છે. આ વધારાની ગ્રાન્ટ તેમને વર્ષ 2023-24 માટે મળવાપાત્ર રહેશે. આ રકમનો ઉપયોગ તેઓ પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સહિતના વિકાસકાર્યો માટે કરી શકશે.