સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરમાં મહિલા દિવસની ઉજવણી થઈ. આંગણવાડી વિભાગ કાર્યકર્તા બહેનોએ મોજ સાથે પોતાનું કૌશલ્ય વ્યક્ત કરેલ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે સિહોરમાં આંગણવાડી વિભાગ દ્વારા અવનવા અભિનય કળા સાથે કૌશલ્ય દર્શન માટે કચેરીનાં અધિકારી હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે કાર્યક્રમ યોજાઈ ગયો.
સંકલિત બાળવિકાસ યોજના કચેરીમાં દુર્ગાબેન બાબરિયા, રિટાબેન શુક્લ, સવિતાબેન ગોહિલ, રાજેશ્વરીબા જાડેજા, નયનબેન પંડ્યા સાથે અસ્મિતાબેન ચૌહાણનાં સંકલન સાથે આંગણવાડી કેન્દ્રોનાં કાર્યકર્તા બહેનોએ મોજ સાથે વિવિધ રમત ગમત તેમજ પોતાનું અન્ય કૌશલ્ય વ્યક્ત કરેલ.