આજથી યુએઇમાં મહિલા ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ થશે. મહિલા ટી-20 વર્લ્ડકપ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન રમાશે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં આ મેગા ICC ઈવેન્ટમાં ભાગ લેશે.
આ વર્ષે જૂનમાં ભારતે મેન્સ T20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું. જોકે, હવે સમગ્ર ફોકસ મહિલા ટી20 વર્લ્ડ કપ પર છે. UAE ICC મહિલા T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિની યજમાની કરવા માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટ શરૂઆતમાં બાંગ્લાદેશમાં રમાવાની હતી. પરંતુ દેશમાં રાજકીય અશાંતિના કારણે તેને UAE શિફ્ટ કરવામાં આવ્યો હતો.
Here. We. Go 🏏
Who wins the #T20WorldCup 2024 opener?
Day 1 preview 👉 https://t.co/7WCqYhJTQF#WhateverItTakes pic.twitter.com/9jeICSKyQD
— T20 World Cup (@T20WorldCup) October 3, 2024
આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. T20 વર્લ્ડ કપ 3 થી 20 ઓક્ટોબર વચ્ચે રમાશે. ટીમોને બે પુલમાં વહેંચવામાં આવી છે અને ટુર્નામેન્ટ દરમિયાન કુલ 23 મેચો રમાશે. ભારતીય મહિલા ટીમ હજુ સુધી કોઈ પણ આઈસીસી ઈવેન્ટ જીતી શકી નથી અને ભારત માટે વર્લ્ડ કપ જીતવાની આ શાનદાર તક છે. ભારત પાસે સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને અન્ય સ્ટાર્સથી ભરેલી ટીમ છે.
વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, સજના સજીવન.
💬 “It is a huge opportunity for the team, playing this kind of event in front of the world, to show the talent and the potential we have.”
Read Bangladesh captain Nigar Sultana’s thoughts ahead of the ICC Women’s #T20WorldCup 2024 ⬇️#WhateverItTakeshttps://t.co/kMUcDEdZKC
— T20 World Cup (@T20WorldCup) October 2, 2024
મહિલા T20 વર્લ્ડ કપ તમે લાઇવ ક્યાં જોઈ શકો છો?
મહિલા T20 વર્લ્ડ કપ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર પ્રસારિત કરવામાં આવશે. ટી20 વર્લ્ડ કપનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટારની એપ અને વેબસાઈટ પર થશે.
T20 વર્લ્ડ કપ 2024માં 10 ટીમો ભાગ લઈ રહી છે, જેને દરેક 5 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. સૌથી પહેલા વાત કરીએ ટીમ ઈન્ડિયાની. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે 4 મેચ રમવાની છે, જેમાં તેને ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવો પડશે. ભારતે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ ઓસ્ટ્રેલિયા સામે શારજાહમાં રમવાની છે. છેલ્લા 25 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે ભારતની પુરુષ અથવા મહિલા ટીમ આ મેદાન પર મેચ રમશે.
T20 વર્લ્ડ કપની ઘણી મેચો દુબઈમાં યોજાશે. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ 10 ટીમોએ દુબઈમાં આ પહેલા ક્યારેય કોઈ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. એટલે કે દુબઈ પહેલીવાર આ ટીમોની યજમાની કરશે. આ ઉપરાંત આ પ્રથમ વખત છે જ્યારે મહિલા ટી20 વર્લ્ડ કપ તટસ્થ સ્થળે યોજાવા જઈ રહ્યો છે. અગાઉ આ ટુર્નામેન્ટ ભાગ લેતા કોઇ દેશમાં યોજાતો હતો.