આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપર ના માનવ, જીવનસૃષ્ટિ, પશુ -પંખી અને પ્રકૃતિ ના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાય છે.
આદિવાસી સમાજ ને પ્રોત્સાહિત કરવા 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
શામળાજી ના મેળે રાણજણિયું રે પેજણિયું વાગે…. ગીત ના નૃત્ય સાથે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. મંચસ્થ વહીવટી તંત્ર ના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ એ આદિવાસી ઓની ઓળખ એવું માથે ફાળિયું બાંધીને આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું
આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય ના મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહી ને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી. મંત્રીશ્રી એ સંબોધન કરતા જણાવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી માં ભાગીદારી થઇ ને આદિવાસી સમાજ ને શુભકામનાઓ પાઠવું છું.અને ગુજરાત સરકાર હર હંમેશ આદિવાસી સમાજ ના વિકાસ માટે અગ્રેસર રહી છે. તથા અરવલ્લી જિલ્લો સરકાર ની તમામ યોજનાઓ ના લાભો સાથે વિકાસના પંથે આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.