ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આજ રોજ બુધવારના સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ડી.ડી. ટેકનીકલ હાઈસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.
સર્વે વિદ્યાર્થીઓને પ્રાર્થનાખંડમાં એકત્રિત કરવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સરસ્વતીવંદના પ્રાર્થના દ્વારા કરવામાં આવી.આચાર્ય જતનકુમાર જોષી દ્વારા પ્રાસંગિક ઉદબોદન કરવામાં આવ્યું.
જેમાં માતૃભાષાનું મહત્વ તથા જીવનમાં તેના સ્થાન વિશે ખૂબ જ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું, બાદમાં શાળાના શિક્ષક મિત્રો દ્વારા પણ વિશ્વ માતૃભાષા દિવસ પર વક્તવ્યો આપવામાં આવ્યા જેના દ્વારા વિદ્યાર્થીઓમાં માતૃભાષા આપણી સાંસ્કૃતિક ઓળખ, માતૃભાષામાં અભિવ્યક્તિ તથા આપણી ભાષાકીય ઓળખ, અને મહત્વ તથા જીવનમાં તેની ઉપયોગીતાની ખૂબ જ સુંદર સમજ આપવામાં આવી. જેના દ્વારા વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે ગૌરવની લાગણી ઉત્પન્ન થઈ. સાથે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો જોડાયા હતા.