વિટામિન B12 સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે. તે આપણા શરીરના લાલ રક્તકણો અને ડીએનએ બનાવે છે. જો શરીરમાં તેની ઉણપ હશે તો તમારું શરીર રોગોનું ઘર બની જશે.
વિટામીન B12 ની ઉણપને કારણે વ્યક્તિને થાક, સુસ્તી, ખરાબ મૂડ જેવી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં તેની ઉણપને દૂર કરવા માટે તમારે તમારા આહારમાં આ ફૂડસનો સમાવેશ કરો.
તમારે તમારા આહારમાં ડેરી પ્રોડક્ટ્સ જેવી કે દૂધ, ચીઝ અને દહીંનો સમાવેશ કરો. આ સિવાય સોયા દૂધ અને બદામના દૂધ જેવા છોડ આધારિત દૂધમાં ફોર્ટિફાઇડ વિટામિન B12 હોય છે.
ટોફૂ Vitamin B12નો સારો સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી શરીરને પ્રોટીન સહિત ઘણા અન્ય પોષક તત્વો મળે છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
તાજા ફળ અને લીલા શાકભાજીના સેવનથી Vitamin B12ની પ્રાપ્તિ થાય છે. Vitamin B12 માટે બીટ, મશરૂમ વગેરે શાકભાજીનું સેવન કરવું જોઈએ.
ઈંડા Vitamin B12નો સારો સોર્સ હોય છે. આ સાથે જ જો તમે માંસાહારી છો તો માછલી તમારા માટે Vitamin B12નો સારો સ્ત્રોત હોઈ શકે છે.