નડિયાદ તાલુકાના સલુણ વાંટા સંતરામ સોસાયટી સામે ફ્રુટ વેચાણના પથારા પાસે ગોપાલ ભરવાડ તેની ગાયો લઈ નીકળ્યો હતો.
જે વખતે ગાય કિશનભાઇ ભાઈલાલભાઈ તળપદાનું ફ્રુટ ખાતી હોવાથી ગાયો દૂર રાખવાનું કહેતા ગોપાલ ભરવાડે વેપારી ઉપર ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી તેના હાથમાંની લાકડી મારવા વીંજતા વેપા૨ીને જમણા કાન ઉપર ઇજા પહોંચી હતી.
આ અંગે કિશન તળપદાની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગોપાલ ભરવાડ વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.