ખેડા જિલ્લા એલસીબી પોલીસે માતર મોટી ભાગોળ નગીના મસ્જિદ પાસે ચોરામાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડી પત્તા પાનાનો જુગાર રમતા ત્રણ જુગારીયા ને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દાવ પરની રકમ રૂપિયા ૨૫૦૦/- તથા અંગ ઝડપી ની રકમ રૂપિયા ૮૬૦૦/-મળી કુલ રૂપિયા ૧૧,૧૦૦/- નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા એલ.સી.બી.નો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. આ દરમિયાન માતર બસ સ્ટેન્ડ પાસે આવતાં પોલીસને બાતમી મળેલ કે માતર મોટી ભાગોળ નગીના મસ્જિદ પાસે ચોરામાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમતા હરજીતસિંગ પ્રેમસીંગ ટાક સરદાર, ઈમ્તિયાઝખાન સમશેરખાન પઠાણ તથા મહેબૂબ અલી હૈદરઅલી સૈયદ તમામ રહે.માતરનાઓને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પર દાવ પર મુકેલ રકમ રૂપિયા ૨૫૦૦/- તથા ત્રણેયની અંગ જડતી દરમિયાન મળેલ રોકડ રૂપિયા ૮૬૦૦/- મળી કુલ રૂપિયા ૧૧,૧૦૦/- નો મુદ્દા માલ કબજે કર્યો હતો
આ રીતે માલાવાડામાં જુગાર રમતા ચાર જુગારીયા ઝડપાયા
માતર તાલુકાના માલાવાડા બળીયાદેવ મંદિર સામે આવેલ કેનાલ ની બાજુમાં જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમતા ચાર જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દાવ પરની રકમ તથા અંગ જડતીની રકમ મળી કુલ રૂપિયા ૬૫૦૦/- નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લીંબાસી પોલીસ મથકના જવાનો સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે માલાવાડા બળીયાદેવ મંદિર સામે આવેલ કેનાલની બાજુમાં નાળા માં કેટલાક કેટલાક ઈસમો જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા મુબારકશા હુસેનશા દિવાન, સંજયસિંહ અમરસિંહ સોલંકી, જીગર લાલજીભાઈ ચુનારા તથા લાલજીભાઈ ભીમાભાઇ નાયક તમામ રહે. માલાવાડાને ઝડપી પાડ્યા હતા. લીંબાસી પોલીસે સ્થળ પરથી જુગારીયાઓ એ દાવ પર મુકેલ રૂપિયા ૧૧૫૦/- તથા અંગજડતીની રકમ ૫૩૫૦/- મળી કુલ રૂપિયા ૬૫૦૦/- નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત કઠલાલ તાલુકાના ચાચરીયા ની મુવાડી તાબે કાણીએલ ગામે પત્તા પાનાનો જુગાર રમતા ચાર જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દાવ ઉપરની રકમ રૂપિયા ૨૨૨૦/- તથા અંગ ઝડપી ની રકમ રૂપિયા ૧૪૦૭૦/-મળી કુલ રૂપિયા ૧૬૨૯૦/- નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલ પોલીસ મથકના જવાનો કાણીએલ ચાચરિયા ની મુવાડી વિસ્તારમાં ભરત ચીમનભાઈ બારૈયા ના ખેતરમાં આવેલ છાપરા ની બહાર ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દશરથ ચીમનભાઈ બારૈયા ભરત ચીમનભાઈ બારૈયા, જગદીશ ઉર્ફે ટીનો મનુભાઈ બારૈયા, કાળાભાઈ ઉર્ફે કાભઈ ઉદાભાઈ બારૈયા ,તમામ રહે. ચાચરિયા ની મુવાડી તાબે કાણીએલ ને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દાવ પરની રકમ રૂપિયા ૨૨૨૦/- તથા અંગ જડતીની રકમ રૂપિયા ૧૪૦૭૦/-મળી કુલ રૂપિયા ૧૬૨૯૦/- નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.