શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન તારીખ 3 જી ફેબ્રુઆરી, શનિવારે ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો.
સમારંભના મુખ્ય અતિથિ પદે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDBB)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો મિનેશ શાહ ઉપસ્થિતરહ્યા હતા.
આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ,કેળવણી મંડળ, માતૃસંસ્થા, અને CHRF ના માનદ્ મંત્રી તેમજ ચારૂસેટના ફાઉન્ડિંગ પ્રોવોસ્ટ ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખગીનભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ અશોક પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરીમઘુબેન પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરીવિપુલ પટેલ, કેળવણી મંડળના ટ્રેઝરર ગિરીશ પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના વડાઓ, સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ એનાયત સમારંભ અંતર્ગત પ્રથમ કેટેગરીમાં જેમનો વર્ષ 2023માં વિશ્વનાં ટોપ 2% સાયન્ટિસ્ટમાં સમાવેશ થયેલ છે એવા ચારૂસેટના પ્રોફેસર ડો. સી. કે સુમેશ, ડો. વી. પ્રકાશ, ડો. અર્પણ દેસાઈ અને ડો. પ્રતીક પાટણીયાને સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘રિસર્ચ એચિવમેન્ટ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વના ટોપ સાઈટેડ સાયન્ટિસ્ટનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. દ્વિતીય કેટેગરીમાં ‘પેટર્ન એપ્રીશિએશન એવોર્ડ’ હેઠળ જેમની વર્ષ 2023 માં પેટન્ટ મંજુર કરવામાં આવી છે તેવા ચારૂસેટના ઇન્વેન્ટર્સને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તૃતિય કેટેગરીમાં રિચર્સ પ્રોજેક્ટ હેઠળ ‘એક્સ્ટ્રામ્યુરલ સપોર્ટ ફ્રોમ ગવર્નમેન્ટ એન્ડ નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન’ હેઠળ ફંડ પ્રાપ્ત કરનાર તેમજ રિસર્ચ પેપર પબ્લિકેશન હેઠળ શ્રેષ્ઠ રિસર્ચ પેપર પ્રકાશિત કરનાર અધ્યાપકો અને સંશોધકોને ‘રિસર્ચ અપ્રીશિએશન એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ચતુર્થ કેટેગરીમાં કેમ્પસમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત સ્ટાફ મેમ્બર્સને ‘ઇન્ડ્યુરિંગ કમિટમેન્ટ અવૉર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘Know Your University’ ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા શ્રી કૃતેન પટેલને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)