નડિયાદ વ્હોરાવાડમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપાયેલ બંને આરોપીઓના પોલીસે કોર્ટમાં રજૂ કરી દિન પાંચના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓએ અત્યાર સુધી કેટલી બનાવટી ચલણી નોટો બનાવી અને કોને કોને આપી તેમજ કયા બજારમાં બનાવટી નોટો ફરતી કરી તેનો ખુલાસો થશે તેમ મનાય છે.
નડિયાદ શહેરમાં વ્હોરવાડ વિસ્તારમાં ના ધૂપેલીના ખાચામાં રહેતાશરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક ના રહેણાંક મકાનમાં ખેડા એસ.ઓ.જી પોલીસે બાતમી આધારે છાપો માર્યો હતો અને પોલીસે ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ઘરી રૂપિયા ૫૦૦ રૂપિયા ૨૦૦| અને રૂપિયા ૧૦૦ નાદરની કુલ ૩૪૮ જેટલી બનાવટી નોટો ઝડપી પાડી હતી અને પોલીસે બનાવટી નોટો બનાવનાર ઘરમાં ઉપસ્થિત શરીફ ઉર્ફે|| શાહુ મહેબુબ મલેક (રહે. વ્હોરવાડ, ઘૂપેલીનો ખાંચો, નડિયાદ) અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ (રહે. શકાલીની ચાલી, મરીડા ભાગોળ, નડિયાદ) ની ઘરપકડ કરી હતી.
ખેડા એસ.ઓ.જી પોલીસે આ અંગે બંને વિરુદ્ધ નડિયાદ શહેર પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી બાદ પોલીસે બંને આરોપીના ગઈકાલે નડિયાદ કોર્ટમાં રજૂ કરી દિન પાંચના રિમાન્ડ મેળવ્યા છે.
ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન બંને આરોપી શરીફ ઉર્ફે સાહુ મલેક અને અરબાજ ઉર્ફે અબુ અલાદે અત્યાર સુધી કેટલી બનાવટી ચલણી નોટો બનાવી અને કોને કોને આપી તેમજ કયા બજારમાં બનાવટી નોટો ફરતી કરી તેનો ખુલાસો થશે તેમ મનાય છે. દરમિયાન પોલીસ આ નોટો કેટલા સમયથી છાપવામાં આવતી હતી અને ગુજરાતમાં કયા કયા સ્થળે આ નોટો પહોંચાડી છે તેની તપાસમાં લાગી છે..
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)