35 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોથી બમણાં રૂફટોપ ગુજરાતમાં લગાવાયા
દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 6.64 લાખ ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. કેન્દ્રસરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ, જૂન 2024 સુધી દેશના રહેણાક વિસ્તારમાં કુલ 9.76 ઘરો પર સોલાર રૂફટોપ લાગાવાયાં છે. જેમાંથી 68% ઘરો માત્ર ગુજરાતમાં છે. દેશના 35 રાજ્યો અને 9 રાજ્યમાં 10 હજારથી ઓછા ઘર પર સોલાર પેનલ છે. જેમાં પંજાબ, ઉત્તરાખંડ, કર્ણાટક, દિલ્હી, બિહાર જેવા રાજ્ય સામેલ છે. 9 રાજ્ય- કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે કે જ્યાં 100થી ઓછા ઘરો પર સોલાર રૂફટોપ છે. જેમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, સિક્કિમ જેવા રાજ્યો સામેલ છે. ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, ગોવામાં 100થી 1000 ઘરો પર સોલાર પેનલ છે. મધ્ય પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને હરિયાણામાં 12 હજારથી 18 હજાર ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે.