લેડી ડોક્ટરના રેપ-મર્ડર અને ત્યાર બાદ વિરોધ તરીકે હોસ્પિટલમાં તોડફોડ મામલે શુક્રવારે કોલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેસની સુનાવણી વખતે ચીફ જસ્ટિસ મમતા સરકાર પર બરાબરના ભડક્યાં હતા. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે તોડફોડ અંગે પશ્ચિમ બંગાળ સરકારની આકરી ટીકા કરી હતી અને તેને રાજ્યની તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી હતી.
High Court's Strong Remarks on #Kolkata Hospital vandalism
Kolkata HC : "Over 7,000 people gathered & Kolkata police had no intel on it?
HC suggests shifting patients out of RG Kar hospital & shut it down #KolkataDoctorDeath pic.twitter.com/wVLIBuwoGv
— Nabila Jamal (@nabilajamal_) August 16, 2024
હોસ્પિટલ બંધ કરીને દર્દીઓને બીજે ખસેડો
કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલ બંધ કરીને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો સારું રહેશે. આ દરમિયાન કોર્ટમાં હાજર પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે પોલીસ ફોર્સ ત્યાં હાજર છે. તેના પર ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે તે પોતાના લોકોની સુરક્ષા પણ કરી શકતો નથી. આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. ડૉક્ટરો કેવી રીતે નિર્ભયતાથી કામ કરશે?
Sorry state of affairs. Absolute failure of state machinery: Chief Justice of Calcutta HC. The court is hearing matters related to vandalism at RG Kar hospital on August 14 night pic.twitter.com/eSXoNT7Mkp
— Padmaja Joshi (@PadmajaJoshi) August 16, 2024
સાવચેતીના શું પગલાં લેવાયાં?
ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને પૂછ્યું કે આ ઘટના પછી તમે શું કરી રહ્યા છો? સાવચેતી રૂપે કયા પગલાં લેવાયા? તેના પર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ વિકાસ રંજન ભટ્ટાચાર્યએ કહ્યું કે સીબીઆઈ તપાસ માટે બપોરે 3 વાગ્યે સૂચના આપવામાં આવી હતી. રાજ્ય સરકારના વકીલે કહ્યું કે જ્યાં સુધી તોડફોડને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાંનો સંબંધ છે, ત્યાં અચાનક 7000 લોકોની ભીડ એકઠી થઈ ગઈ, ત્યારબાદ ટીયર ગેસ છોડવામાં આવ્યો, પોલીસ ઘાયલ થઈ ગઈ. અરાજકતાની આવી કટોકટીની પરિસ્થિતિમાં તોડફોડ થઈ.
7000 લોકો વોક માટે ન આવી શકે
સ્થિતિને સારી રીતે સંભાળી ન શકવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવતાં ચીફ જસ્ટિસે કહ્યું કે તમે કોઈ પણ કારણથી સીઆરપીસીની કલમ 144 લાગુ પાડી દો છો. જ્યારે આટલો હોબાળો મચી રહ્યો હતો ત્યારે તમારે એરિયાની ઘેરાબંધી કરી દેવી જોઈતી હતી. તેમણે કહ્યું કે 7000 લોકો વોકિંગ માટે ન આવી શકે.