Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ નડિયાદની ૮૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ નડિયાદની ૮૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,નડિયાદની ૮૨ મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી. આ સભામાં પ્રમુખ તરીકે પીપળાવ ગામ વિકાસ મંડળી તથા કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઇ પટેલની પ્રમુખ તરીકે વરણી કરી એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જે હાજર સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.

આ સાધારણ સભામાં ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશભાઈ પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર મહેશભાઈ પટેલ,ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, નડિયાદના ચેરમેન જયરામભાઈ દેસાઈ,વાઇસ ચેરમેન રોનકભાઈ પટેલ, વારસોલા સેવા મંડળીના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ કેડીસીસી બેંકના ડિરેક્ટર નીલેશભાઈ પટેલ,રણજીતસિંહ સોલંકી, નરોત્તમભાઈ પટેલ,ભરતભાઈ પટેલ, કેસરીસિંહ સોલંકી, જિલ્લાની સહકારી સંસ્થાઓના પ્રતિનધિઓ તથા જિલ્લાના સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.