વર્ષા ઋતુનું આગમન થયું છે, ઉનાળાની ગરમીમાં સૌકોઈ ત્રસ્ત બન્યા હતા ત્યારે જે ઋતુની કાગડોળે રાહ જોવાતી હતી તે ચોમાસું આ વખતે સમયસર એન્ટ્રી કરી છે. જેના કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.
ખેડા જિલ્લામાં વરસાદ વરસ્યો છે, મેઘરાજાની પધરામણીથી છેલ્લા 24 કલાકમાં 318 મીમી વરસાદ સમગ્ર જિલ્લામાં નોંધાયો છે. આ વચ્ચે માતરમાં ધોધમાર વરસાદના પગલે બે ઘરની દીવાલ ધરાશાયી થતાં બે પશુઓ દટાતા મોત નિપજ્યું છે.
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ, ઠેર-ઠેર પાણી ભરાયા
મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં નડિયાદ પાણી પાણી!#nadiad #RainyDay @collectorkheda @weatherindia #Monsoon2023 #Monsoon #floods #rainy pic.twitter.com/pwxXqVgBbc
— One India News (@oneindianewscom) June 26, 2023
સમગ્ર જિલ્લામાં ધુઆધાર બેટિંગ કરી હતી. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા છે કારણ કે આ વખતે સમયસર વરસાદ પડ્યો છે. વરસાદ દર વર્ષે ખેંચાતા ખેડૂતોમાં નિરાષા જન્મે છે પણ આ વખતે સમયસર વરસાદ આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)