ભારતીય બોક્સ ઓફિસ પર એક નવો રેકોર્ડ બન્યો છે. રજનીકાંતની જેલર, સની દેઓલની ગદર 2, અક્ષય કુમારની OMG-2 અને ચિરંજીવીની ભોલા શંકર આ ચારેય ફિલ્મોએ મળીને 390 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી છે. એક અધિકારિક નિવેદન પ્રમાણે 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ રેકોર્ડ બન્યો છે. પહેલીવાર ભારતીય બોક્સ ઓફિસની કુલ કમાણી 390 કરોડના પાર કરી ગઈ છે. આવો જાણીએ ચારેય ફિલ્મોના કલેક્શન બાબતે.
BIGGGEST NEWS…
⭐️ #Jailer
⭐️ #Gadar2
⭐️ #OMG2
⭐️ #BholaaShankar
🔥 COMBINED Gross BO of ₹ 390 cr+
🔥 COMBINED Footfalls of 2.10 cr+
🔥 ALL-TIME Theatrical Gross #BO record in 100+ year history
Note: 11 – 13 Aug 2023 weekend
Multiplex Association of India and Producers Guild… pic.twitter.com/kofNvtXNpc
— taran adarsh (@taran_adarsh) August 14, 2023
જેલર
રજનીકાંતની જેલર ફિલ્મ ગુરુવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પહેલા દિવસે ફિલ્મે 48.35 કરોડ રુપિયાની ઓપનિંગ કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 46.74 કરોડ, ત્રીજા દિવસે 25.75 કરોડનું કલેક્શન કર્યુ હતું. જ્યારે ચોથા દિવસે 42.2 કરોડની કમાણી કરી કુલ કલેક્શન 150 કરોડનું રહ્યું હતું.
ગદર-2
ગદર 2 જેલર બાદ વીકએન્ડમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે. ફિલ્મે પહેલા અને બીજા દિવસની ક્રમશઃ 40.1 અને 43.08 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 134.88 કરોડ રહ્યુ હતું.
OMG 2
ગદર 2 ની સાથે સાથે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ ઠીક ઠાક કમાણી કરી શકી હતી. ફિલ્મે પહેલાથી ત્રીજા દિવસની ક્રમશઃ કમાણી 10.26 કરોડ, 15.3 કરોડ અને 17.55 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ફિલ્મની કુલ કમાણી 43.11 કરોડ રહી છે.
ભોલા શંકર
ચિરંજીવી અને તમન્ના ભાટિયાની આ ફિલ્મ સિનેમાઘરોમાં 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. પહેલા ત્રણ દિવસોમાં 26.4 કરોડ રુપિયાની નેટ કમાણી કરી હતી.