તાપી જિલ્લાના ડોલવણ તાલુકા કક્ષાની હર ઘર તિરંગા સમિતિ દ્વારા લોકોમાં દેશભકિત ઉજાગર થાય અને ઘરે ઘરે ત્રિરંગો લહેરે એ હેતુસર હરઘર ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રા માં ડોલવણ તાલુકા પંચાયત પ્રમુખ બચુભાઈ કોંકણી, મામલતદાર હિમાંશુભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ અને ડોલવણ પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેશભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ જયદીપભાઈ ગાવિત દ્વારા ડોલવણ મામલતદાર કચેરીથી યાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
ભારત માતાકી જય, વંદે માતરમ્ જેવા નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડોલવણ તાલુકો જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો એવું દેખાઈ રહ્યું હતું.
આ તિરંગા યાત્રા ડોલવણ મામલતદાર કચેરીથી તાલુકા પંચાયત થઈ ડોલવણ ચાર રસ્તા થઈ ડોલવણ ગ્રામ પંચાયતની અમૃત વાટિકા સુધી હર ઘર ત્રિરંગાના સૂત્ર સાથે માર્ચ કરી હતી.
કાર્યક્રમના અંતે અમૃતવાટિકામાં બનાવવામાં સ્થાપિત કરવામાં આવેલ શિલાફલકમને નમન કરી હાથમાં માટી લઈ પંચપણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ તિરંગા યાત્રા માં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, ગ્રામજનો અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.