એક વિશેષ સમુદાયના વ્યક્તિએ તાજેતરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
શું છે સમગ્ ઘટના?
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે, બરેલીના હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રિથોરાના રહેવાસી અનસ અંસારીએ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તરફ ઈશારો કરીને લખ્યું હતું કે, બાબા પર મોત મંડરાઈ રહ્યું છે. આ પછી જ્યાં એક તરફ હિન્દુ સંગઠનોમાં ગુસ્સો છે તો બીજી તરફ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાની આગવી શૈલીમાં આ અંગે પ્રતિક્રિયા આપીને કટાક્ષ કર્યો છે.
જાનથી મારી નાંખવાની ધમકી મળતાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, ‘હા, અમને આવું જ જાણવા મળ્યું છે. જો તે પોતાના હાથે લખાયેલું હોય તો તેને કોણ રોકી શકશે, પણ આપણે આવા હાસ્યાસ્પદ લોકોને જવાબ પણ આપતા નથી. સિંહો પણ આવા શિયાળથી ડરતા નથી. જો ક્યારેક અમને તક મળશે તો અમે બરેલી જઇશું.
बागेश्वर धाम के पंडित धीरेंद्र कृष्ण शास्त्री ने उदय स्टालिन सनातन धर्म पर टिप्पणी और मुस्लिम युवक अनस अंसारी की धमकी पर दिया बयान
@DhirendraSastBa #उदय_निधि_को_गिरफ्तार_करो #indiastandwithudaystalin #Speaking4India #SanatanaDharma #UdhayanidhiStalin #Dhirendrashastri #viral pic.twitter.com/nuTD3zmG7M
— Shailendra Singh (@Shailendra97S) September 4, 2023
ધમકી આપનારની ધરપકડ
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.આ મામલામાં પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 295A , 504 અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
વાસ્તવમાં આ વિવાદાસ્પદ પોસ્ટ કર્યા બાદ હિન્દુ સંગઠનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આવી સ્થિતિમાં મામલાને ગંભીરતાથી લેતા પોલીસે કેસ નોંધીને અનસ અંસારીની ધરપકડ કરી છે. જો કે, આ પહેલાં પણ FB પર ભગવાન શ્રી રામને લઇને વિવાદિત ટીપ્પણી કરવામાં આવી હતી.