વર્લ્ડ કપ મેચને લઈને એરપોર્ટે બહાર પાડી ગાઈડલાઈન
14 ઓક્ટોબર ભારત પાકિસ્તાન વર્લ્ડકપ મેચ છે. જે મેચ દરમિયાન હવાઈ મુસાફરીમાં ટ્રાફિક વધુ રહેવાનો છે. કારણ કે એરપોર્ટ પર VVIP મુવમેન્ટ વધવાની છે. તેમજ મુસાફરોની સંખ્યાઓ પણ વધવાની છે. આ સમય દરમિયાન મુસાફરોને હાલાકી ન પડે માટે એરપોર્ટ દ્વારા એક ગાઈડ લાઈન બહાર પડાઈ છે. એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક રહેવાના કારણે આ ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં એરપોર્ટ દ્વારા મુસાફરોને ફ્લાઈટના સમય પહેલા જ એરપોર્ટ પહોંચવા અપીલ કરાઈ છે.
જેથી સમયથી વહેલા પહોંચવાના કારણે સિક્યોરિટી ચેકિંગ અને ફ્લાઈટ પકડવામાં તકલીફ ન પડે અને મુસાફરોને હાલાકી ન પડે. એટલું જ નહીં પણ આવતી કાલે એરપોર્ટ પર 60 થી વધુ ફ્લાઈટમાં VIP મહેમાનોની અવર જવર પણ રહેશે. જેના કારણે હવાઈ ટ્રાફિક તો વધશે જ સાથે અમદાવાદ એરપોર્ટ ફૂલ હોવાને લઈને અન્ય એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન પાર્ક કરાઈ શકે છે. જેમાં સુરત. રાજકોટ. વડોદરા એરપોર્ટ પર પ્લેન પાર્ક થઈ શકે છે. જેમાં પણ મેચની અસર જોવા મળશે.
વર્લ્ડ કપ મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ
મેચને લઈને એરપોર્ટ પર VIP મુવમેન્ટ શરૂ થઈ ચૂકી છે. ખાનગી ચાર્ટર્ડ પ્લેનમાં લોકોની અવર જવર શરૂ થઈ છે. તેમજ દિવસ દરમિયાન VIP મહેમાનોની એરપોર્ટ પર મુવમેન્ટ રહેશે. જેમાં આવતીકાલે મેચ દરમિયાન 60 થી વધારે ફ્લાઈટમાં વીઆઈપી મહેમાનો અમદાવાદ પહોંચશે. જેમાં વિવિધ કંપનીના સભ્યો તેમજ બૉલીવુડ સ્ટાર અને સિંગર પણ અમદાવાદ પહોંચશે. જેને લઈને અમદાવાદ એરપોર્ટના ચાર્ટર્ડ પ્લેનના પાર્કિંગ ફૂલ રહેશે. તો સુરત. વડોદરા. રાજકોટના પણ પાર્કિંગ ફૂલ રહી શકે છે. જેથી vip મુવમેન્ટ ને લઈને એરપોર્ટ પર તે પ્રકારે વ્યવસ્થા કરાઈ છે.
ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચની તૈયારીઓ પૂર્ણ, પોલીસ વિભાગ સાથે 108 ઇમરજન્સી એલર્ટ મોડ પર
14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વર્લ્ડકપ મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફુલ છે અને ત્યારે સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ત્રિપાંખિયા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમજ આધુનિક સાધનોની પણ મદદ લેવામાં આવી છે જેની સાથે જ્યારે સ્ટેડિયમ ફુલ બનાવી રહ્યું છે તેવા સમયે ગરમી દરમિયાન દર્શકને તકલીફ ન પડે અને જો તકલીફ પડે તો તેને જલ્દી સારવાર મળે તે માટે 108 ઈમરજન્સી દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 108 ઇમરજન્સી વિભાગ દ્વારા રૂટીન મેચો કરતા ડબલ 108 એમ્બ્યુલન્સ તૈનાત રાખવાનું આયોજન કરાયુ છે.
સામાન્ય રીતે સ્ટેડિયમ ખાતે 6 એમ્બ્યુલન્સ હોય છે. જ્યારે આ મેચમાં ડબલ એમ્બ્યુલન્સ રખાઈ. સ્ટેડિયમની અંદર 12 એમ્બ્યુલન્સ રાખવામાં આવી. એમ્બ્યુલન્સ સાથે EMT, પાયલટ સુપરવાઈઝર અને મેનેજર સહિત 60નો સ્ટાફ તૈનાત રહેશે. તેમજ સ્ટેડિયમ આસપાસ 10 થી 12 લોકેશન પણ એલર્ટ મોડ પર રહેશે. તમામ પ્રકારની ઇમરજન્સી માં પહોચી વળવા 108 ના સ્ટાફને સ્ટેડિયમમાં તૈનાત કરાશે. આ મુકાબલા સમયે દોઢ લાખથી વધુ પબલીક હાજર હોઈ તે જ સ્ટેડિયમ માં પહેલી વર્લ્ડ કપ મેચની ઈમરજન્સી પર આ મેચ દરમિયાન 250 આસપાસ ઘટના રહે તેવી શકયતા પણ વ્યક્ત કરાઈ છે.
ગત મેચ વખતની ઇમરજન્સી જોઈએ તો
વર્લ્ડ કપ મેચ દરમિયાન 108 એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી કેસ પણ નોંધાયા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5મી ઑક્ટોબર’ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ દરમિયાન ઇમરજન્સી કેસ નોંધાયા હતા. સ્ટેડિયમ ખાતે 6 એમ્બ્યુલન્સ દ્વારા 81 કેસ હેન્ડલ કરાયા. જે 81 કેસમાં 57 પુરૂષ દર્દીઓ અને 24 મહિલા દર્દીઓને સારવાર અપાઈ.
ક્યાં પ્રકારના કેસ નોંધાયા હતા
- 81 કેસમાં બેભાન થવાના 23 કેસ
- શરીરનો દુખાવો અને માથાનો દુખાવાના 25 કેસ
- બ્લડ પ્રેશર (બીપી) સમસ્યાઓ, 7 કેસ
- નબળાઈ અને તાવ, 10 કેસ
- ફોલ ડાઉન: 2 કેસ અને અન્ય, 14 કેસ નોધાયા
- તમામ કેસમાં 108 દ્વારા દર્શક દર્દીઓને અપાઇ સારવાર