રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે 8 હાઈકોર્ટ માટે 17 જજોની નિમણૂક પર મંજુરીની મહોર મારી છે, જ્યારે 16 જજોની બદલી પણ કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ આંધ્રપ્રદેહાઈકોર્ટમાં 4, બોમ્બે હાઈકોર્ટ (Bombay)માં અને કેરળ હાઈકોર્ટ (Kerala)માં 3-3, દિલ્હી (Delhi) હાઈકોર્ટ અને ત્રિપુરા (Tripura) હાઈકોર્ટમાં 2-2 તેમજ ગુજરાત (Gujarat), છત્તીસગઢ (Chhattisgarh) અને કર્ણાટક (Karnataka) હાઈકોર્ટમાં 1-1 જજની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ હાઈકોર્ટના 16 જજોની બદલીની મંજૂરી પર પણ મહોર મારી છે.
In the exercise of the power conferred by the Constitution of India, the President of India, after consultation with the Chief Justice of India, is pleased to appoint the following Judges/Additional Judges in the High Courts: pic.twitter.com/FVkrodqprY
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) October 18, 2023
જુઓ નિમણૂક કરાયેલા 17 જજોની યાદી
આંધ્રપ્રદેશ હાઈકોર્ટ – હરિનાથ નુનેપલ્લી, કિરણમયી મંડાવ ઉર્ફે કિરણમયી કનાપાર્થી, સુમતિ જગદમ, ન્યાપતિ વિજય
બોમ્બે હાઈકોર્ટ – અભય જૈનારાયંજી મંત્રી, શ્યામ છગનલાલ ચંડોક, નીરજ પ્રદીપ ઘોટે
કેરળ હાઈકોર્ટ – જૉનસન જૉન, ગોપીનાથ યૂ ગિરિસ, સી.પ્રદીપ કુમાર
દિલ્હી હાઈકોર્ટ – એડિશનલ જજ તરીકે શલિંદર કૌર, રવિન્દ્ર જુડેજા
છત્તીસગઢ હાઈકોર્ટ – વકીલ રવિંદ્ર કુમાર અગ્રવાલ
કર્ણાટક હાઈકોર્ટ – વકીલ કે.વી.અરવિંદ
ત્રિપુરા હાઈકોર્ટ – ન્યાયિક અધિકારી બિસ્વજીત પાલિત, સબ્યસાચી દત્ત પુરકાયસ્થ
ગુજરાત હાઈકોર્ટ – ન્યાયિક અધિકારી વિમલ કનૈયાલાલ વ્યાસ (Judicial Officer Vimal Kanaiyalal Vyas)