દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે દિવાળી પહેલા ઈન્ડિયન ક્રિકેટર અને પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. પબ્લિક સેક્ટરની સૌથી મોટી બેંકે આજે રવિવારના રોજ મહેન્દ્ર સિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી. SBIના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એેમ એસ ધોની માર્કેટિંગ અને એડની ભૂમિકા નિભાવશે.
We are pleased to onboard MS Dhoni as Brand Ambassador of SBI. Mr. Dhoni’s association with SBI as a satisfied customer makes him a perfect embodiment of our brand's ethos. With this partnership, we aim to reinforce our commitment to serving the nation and our customers with… pic.twitter.com/HlttRFGMr6
— State Bank of India (@TheOfficialSBI) October 28, 2023
ધોનીને એસબીઆઈ સાથે જોડવાથી અમારી બ્રાન્ડને એક નવો અવતાર મળશે: અધ્યક્ષ
SBIની અધ્યક્ષ દિનેશ ખારાએ કહ્યું કે, અમે MS Dhoniને SBIનાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવી ઘણા ખુશ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, ધોનીને એસબીઆઈ સાથે જોડવાથી અમારી બ્રાન્ડને એક નવો અવતાર મળશે. આ નિર્ણય ભાગીદારી, અમારુ લક્ષ્ય વિશ્વાસ, અખંડિતતા અને અતુટ સમર્પણની સાથે રાષ્ટ્ર અને અમારા ગ્રાહકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધતાને મજબુતી આપે છે.
ભારતીય સ્ટેટ બેંક પ્રોપર્ટી, ડિપોઝિટ, શાખાઓ, ગ્રાહકો અને કર્મચારીઓના મામલે સૌથી મોટી કોમર્શિયલ બેંક છે. આ દેશની સૌથી મોટી ધિરાણ કર્તા બેંક પણ છે. જેમા અત્યાર સુધી 30 લાખથી વધુ ભારતીય પરિવારોના ઘર ખરીદવાના સપના આ બેંક થકી પૂરા કર્યા છે. બેંકના હોમ લોન પોર્ટફોલિયો 6.53 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ચુક્યો છે.