ભારતના રાષ્ટ્રપતિનું પદ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ છે. વર્તમાન સમયમાં દ્રૌપદી મુર્મૂ ભારતના રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ છે. આ પદ પર બેઠનારા તેઓ બીજા મહિલા છે. આ અગાઉ પ્રતિભા દેવી સિંહ પાટિલ પણ દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમને 1.5 લાખ પેન્શન તરીકે મળે છે. રાષ્ટ્રપતિના પતિ અથવા પત્નીને પણ દર મહીને 30,000 રૂપિયા સચિવ સહાય તરીકે મળે છે.
પ્રેસિડેન્ટ ઈમોલ્યુમેન્ટ્સ એક્ટ 1951 હેઠળ પૂર્વ રાષ્ટ્રપતિને ફર્નિશ્ડ બંગલો આપવામાં આવે છે. આ ઘરનું ભાડુ સરકાર ઉઠાવે છે.
મફત આવાસની સાથે જ સારવાર અને ખર્ચ માટે પૂર્વ રાષ્ટ્રપતિને વાર્ષિક 1 લાખ રૂપિયા મળે છે. આ ઉપરાંત બીજી સુવિધા પણ મળે છે જેમ કે, બે ફ્રી લેન્ડલાઈન ટેલિફોન, ઈન્ટરનેટ અને એક મોબાઈલ ફોન. મોબાઈલ ફોલમાં નેશનલ રોમિંગની સુવિધા હોય છે. આ તમામનો ખર્ચ સરકાર ઉઠાવે છે.
પૂર્વ રાષ્ટ્રપતિને મફત વીજળી અને પાણીની સાથે જ ગાડી અને ડ્રાઈવર પણ આપવામાં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પોતાની સાથે 5 લોકોને પર્સનલ સ્ટાફ રાખી શકે છે. તેમનું પેમેન્ટ સરકાર તરફથી કરવામાં આવે છે.
એક વખત રાષ્ટ્રપતિ બની જનાર વ્યક્તિને તેમનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ આજીવન સહાયક સાથે મફત ફર્સ્ટ ક્લાસની ટ્રેન અને હવાઈ મુસાફરી સુવિધા આપવામાં આવે છે.