PM મોદી આજે છત્તીસગઢના કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલી કરી રહ્યા છે. આ ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કાંકેરની જનતાને કહ્યું કે, છત્તીસગઢમાં કોંગ્રેસને વિકાસ સાથે 36નો આંકડો છે. પીએમ મોદીએ કહ્યું કે, ભાજપનો સંકલ્પ પછાત લોકોને આગળ લાવવાનો છે, છત્તીસગઢને આગળ લાવવાનો છે. જ્યાં સુધી કોંગ્રેસની સરકાર દિલ્હીમાં રહી ત્યાં સુધી ભાજપની છત્તીસગઢ સરકાર સાથે દુશ્મની નીકાળતી રહી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે મને ભગવાન પ્રવીર, શહીદ વીર નારાયણ સિંહ અને શહીદ ગુંદાધુરની ભૂમિ પર તમારા દર્શનનું સૌભાગ્ય મળ્યું છે. છત્તીસગઢમાં બીજેપીના સમર્થનમાં જે આંધી ચાલી રહી છે તેની એક ઝલક અહીં કાંકેરમાં પણ જોવા મળી રહી છે. આજે બસ્તરની આ પવિત્ર ધરતી પરથી મને પણ ભાજપના સંકલ્પ સાથે જોડાવાની તક મળી છે. ભાજપનો સંકલ્પ છત્તીસગઢિયાની ઓળખને મજબૂત કરવાનો છે. તેનો હેતુ દરેક ગરીબ, આદિવાસી અને પછાત વર્ગના હિતોનું રક્ષણ કરવાનો છે. છત્તીસગઢને દેશના ટોપ રાજ્યોમાં લાવવાનો છે. આ ચૂંટણી માત્ર તમને ધારાસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી બનાવવા માટે નથી પરંતુ તે તમારું ભવિષ્ય, તમારા બાળકોના ભવિષ્યનો નિર્ણય કરવાની ચૂંટણી છે.
छत्तीसगढ़ की जनता ने प्रदेश में डबल इंजन की सरकार बनाने का पूरा मन बना लिया है। कांकेर में विशाल जनसभा को संबोधित कर रहा हूं। https://t.co/DSaIgREsET
— Narendra Modi (@narendramodi) November 2, 2023
પીએમએ કહ્યું કે, તમે છેલ્લા પાંચ વર્ષોમાં કોંગ્રેસ સરકારની નિષ્ફળતા જોઈ છે. આ પાંચ વર્ષોમાં કોંગ્રેસના નેતાઓની કોઠીઓ, તેમના બંગલા, તેમની કારો અને તેમનો જ વિકાસ થયો છે. આ પાંચ વર્ષોમાં કોંગ્રેસના નેતાઓના બાળકો અને તેમના સબંધીઓને જ ફાયદો થયો છે. કાંકેરના અને બસ્તરના ગરીબ, દલિત પછાત આદિવાસી પરિવારોને શું મળ્યું.