અયોધ્યામાં દિવાળી નિમિતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રામાયણના પ્રસંગો પર આધારિક ટેબ્લો તૈયાર કરવામાં આવશે અને ઉજવણી કરવામાં થશે. આ ઉજવણીમાં સીએમ યોગી, ગુરુ વશિષ્ઠની ભૂમિકામાં આ સમગ્ર ઉજવણીની આગેવાની કરશે.
21 લાખ દિવાથી અવધપુરી ઝગમગી ઊઠશે
અયોધ્યામાં દિવાળી આ વખતે અનેક રીતે ખાસ હશે. આમ તો 2017થી અહીં દર વર્ષે દિવાળીએ અનેક રેકોર્ડ સર્જાય છે પણ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલાં યોજાનાર આ વખતના દિપોત્સવને લઈને યોગી સરકારે ખાસ તૈયારીઓ કરી છે. આ વખતે 21 લાખ દિવાથી અવધપુરી ઝગમગી ઊઠશે. તેની સાથે ફરી એક વિશ્વરેકોર્ડ સર્જાશે.
દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે રામનગરી
અયોધ્યામાં ભગવાન રામના આગમનના પર્વ તરીકે જાણીતો દિવાળીના તહેવારની તૈયારી હવે લગભગ પૂરી થવા આવી છે. ભગવાનના રામના સ્વાગત માટે અયોધ્યાનગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. જેમાં દિવાળી પર થતા દીપોત્સવની સાથે સાથે અયોધ્યામાં અન્ય ઘણા ધાર્મિક અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
#राम का करें अभिनन्दन। #दीपोत्सव से करें वंदन॥#अयोध्या की प्राचीन परंपरा के महोत्सव पर भगवान #श्रीराम के प्रति अपनी भक्ति का महापर्व दीपोत्सव मनाएं। आइए, इस दीपोत्सव अयोध्या की भव्य अलौकिकता का दर्शन करें।#DeepotsavAyodhya2023 #Deepotsav #UPTourism #Deepotsav2023@MukeshMeshram pic.twitter.com/W8VE1eXTGs
— UP Tourism (@uptourismgov) November 7, 2023
રામાયણના પ્રસંગો આધારિક તૈયાર કરાશે ટેબ્લો
કાર્યક્રમોમાં રામાયણના પ્રસંગો આધારિત ટેબ્લો અયોધ્યાના પ્રવેશદ્વારથી નીકળીને રામકથા પાર્ક સુધીની યાત્રા કરશે. તેમજ આ ટેબ્લો આગળ પાછળ સંગીત અને નૃત્ય કરતી ટોળકીઓ પણ જોવા મળશે.
સીએમ યોગી કરશે કાર્યક્રમની આગેવાની
જ્યારે આ ટેબ્લો રામકથા પાર્કમાં પહોંચશે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને ગુરુ વિશિષ્ઠની ભૂમિકામાં આગેવાની કરતા જોવા મળશે. જ્યારે આ ટેબ્લો રામ કથા પાર્ક પહોંચશે, તે જ સમયે ત્રેતાયુગની તર્જ પર ભગવાન શ્રી રામ પુષ્પક વિમાન રૂપી હેલિકોપ્ટરમાં પધારશે. ત્યારે સીએમ યોગી ગુરુ વશિષ્ઠની ભૂમિકામાં જોવા મળશે અને રાજ્યાભિષેક કાર્યક્રમ થશે. આ માટે રામકથા પાર્કને રામ દરબારની થીમ પર શણગારવામાં આવી રહી છે.
દીપોત્સવ સનાતન પરંપરાનો અભિન્ન અંગ
દીપોત્સવ આપણી સનાતન પરંપરાનો અભિન્ન હિસ્સો છે. તે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામ, મા સીતા અને લક્ષ્મણજીના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફરવાની પાવન સ્મૃતિ સ્વરૂપ છે. અયોધ્યાન દીપોત્સવમાં ભગવાન શ્રીરામની અયોધ્યા વાપસી, ભરત મિલાપ, શ્રીરામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગોનું પ્રતીકાત્મક ચિત્રણ પણ કરાશે. સરયુ નદીની આરતી પણ ઉતારાશે.
4 દેશ અને 24 પ્રદેશોની રામલીલાનું મંચન
સીએમએ કહ્યું કે 4 દેશ અને 24 પ્રદેશોની રામલીલાનું મંચન પણ કરાશે. આ આયોજન પર આખી દુનિયાની નજર રહેશે. એટલા માટે તેની ભવ્યતામાં કોઈ કમી ન રહે. અયોધ્યા જિલ્લામાં ઠેર ઠેર સમારોહનું સીધું પ્રસારણ કરાશે. આ સાથે 23 થી 26 નવેમ્બર સુધી કાશીમાં ગંગા મહોત્સવ અને 27મીએ કાર્તિક પૂર્ણિમાના અવસરે દેવ દિવાળીનું ભવ્ય આયોજન કરાશે.