મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભાઓને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (બુધવારે) કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને ૮૫% કમિશન લેવાની કામગીરી કરવા માટે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (કોંગ્રેસ)ને આડેહાથ લીધી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપર પણ ઉગ્ર પ્રહારો કરતાં કહ્યું હતું કે, તેઓનો રિમોટ તો બીજે છે, જયાંથી તેઓ કંટ્રોલ થઈ રહ્યા છે.
આ પાર્ટીઓ રીમોટ-કંટ્રોલની આદત છોડી નથી. પહેલાં તે (પૂર્વ વડાપ્રધાન) મનમોહન સિંહને કંટ્રોલ કરતી હતી. હવે પક્ષ પ્રમુખ (ખડગે)ને કંટ્રોલ કરી રહી છે. તેમ કહેતાં મધ્ય પ્રદેશના દામોર જિલ્લામાં યોજાયેલી એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, જયારે રીમોટ કાર્યરત હોય છે ત્યારે તેઓ સનાતન (ધર્મ)ને ગાળો ભાંડે છે. પરંતુ જયારે રિમોટ કાર્ય કરતો નથી ત્યારે પાંડવોની વાત કરે છે. ગઈકાલે જ જયારે રિમોટ ચાલતો ન હતો ત્યારે તેમણે કહ્યું કે, (ભાજપમાં) પાંચ પાંડવો છે. પરંતુ પાંડવોના પંથે જવા માટે તો અમે ગૌરવ અનુભવીએ છીએ. તેમ મોદીએ દામોહ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતાં કહ્યું હતું.