આખા વિશ્વમાં છેલ્લા એક વર્ષમાં ભૂકંપમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વિશ્વભરમાં રોજ અલગ-અલગ સ્થળોએ એકથી વધુ ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. આજે સવારે મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ હવે ફિલિપાઈન્સમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ ફિલિપાઈન્સમાં માબિની મ્યુનિસિપાલિટીના ઉત્તર-પશ્ચિમમાં 7 કિલોમીટર દૂર આવ્યો હતો અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 આંકવામાં આવી હતી. ભારતીય સમય પ્રમાણે આ ભૂકંપ સવારે 10:27 કલાકે આવ્યો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે એ પણ ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપની પુષ્ટિ કરી છે.
ફિલિપાઈન્સમાં આવેલા આજના ભૂકંપની ઉંડાઈ લગભગ 93 કિલોમીટર રહી હતી.
5.2 earthquake, 7 km NNW of Mabini, Philippines. Nov 20 4:57:43 UTC (12m ago, depth 93km). https://t.co/SPGJfFr7Gp
— Earthquakes (@NewEarthquake) November 20, 2023
કોઈ નુકસાની નથી થઈ
ફિલિપાઈન્સમાં આજે આવેલા આ ભૂકંપથી કોઈ નુકશાન નથી થયું. જોકે, ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં લોકોને આંચકા અનુભવાયા હતા.
ભૂકંપમાં થઈ રહેલો વધારો ચિંતાજનક
છેલ્લા એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભૂકંપમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આખા વિશ્વમાં અનેક જગ્યાએ ભૂકંપના કિસ્સા સામે આવી જ રહ્યા છે. કેટલાક ભૂકંપથી કોઈ નુકસાન નથી થયુ પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં કેટલાક ભૂકંપ એવા પણ હતા જેણે ભારે તબાહી મચાવી હતી. ગત વર્ષે ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપ અને આ વર્ષે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. મોરોક્કોમાં 8 સપ્ટેમ્બરે આવેલા ભૂકંપ, ગયા મહિને 7 ઓક્ટોબરે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ અને આ મહિને 3 નવેમ્બરે નેપાળમાં આવેલા ભૂકંપના કારણે પણ ભારે તારાજી સર્જાઈ હતી. જો કે તમામ ભૂકંપ તબાહીનું કારણ નથી પરંતુ ભૂકંપની સંખ્યામાં વધારો ચિંતાજનક છે.