પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે જેમાં આજે પાંચમું રાજ્ય પાંચમુ રાજ્ય તેલંગાણામાં મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચે એક્ઝિટ પોલ બતાવવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નોટિફિકેશન મુજબ 30 નવેમ્બરે સાંજે 5.30 વાગ્યાથી એક્ઝિટ પોલ બતાવી શકાશે. આ પહેલા ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં 7 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ બતાવવા પર રોક લગાવી હતી.
Correction on timings of Exit Polls may be noted, which have been revised. pic.twitter.com/juuqu3sf7a
— Spokesperson ECI (@SpokespersonECI) November 30, 2023
કેટલા વાગ્યાથી બતાવી શકાશે એક્ઝિટ પોલ
આજે સાંજે 5.30 વાગ્યાથી ટીવી ચેનલો પર પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ બતાવવાની પરવાનગી આપવામાં આવી છે, જેમાં તમામ રાજ્યોમાં પાર્ટીની જીતની સંભાવના વિશે માહિતી આપવામાં આવશે.
ચૂંટણીના પરિણામો ક્યારે જાહેર થશે?
પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે આવશે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચ ચોક્કસ સમયગાળા માટે એક્ઝિટ પોલ બતાવવા પર પ્રતિબંધ રાખે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે નિશ્ચિત સમયગાળાની અંદર એક્ઝિટ પોલ બતાવવાથી પરિણામોને અસર થઈ શકે છે. જો કે, એક્ઝિટ પોલના પરિણામો હંમેશા ચોક્કસ હોતા