સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ખેડા જિલ્લાના ગામોમાં પરિભ્રમણ કરી રહી છે. જે અંતર્ગત મહુધાના ખુંટજ ગામ ખાતે મહુધા પ્રાંત અધિકારી વિમલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.
મહુધા પ્રાતં અધિકારી દ્વારા ખુંટજ ગામના સરપંચને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તથા યોજનાકીય લાભ આપતા સ્ટોલની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ખુંટજ ગામના લોકોને વિવિધ યોજનાકીય લાભ વિતરણ કરવામાં આવ્યુ હતુ તથા ઉપસ્થિત અધિકારીઓ દ્વારા લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આઈસીડીએસ, આરોગ્ય શાખા, ખેતીવાડી, પીએ આવાસ યોજના (ગ્રામીણ), દીન દયાલ ઉપાધ્યાય (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન), નલ સે જલ, વિશ્વકર્મા સહિત યોજનાકીય બાબતોની જાણકારી આપતા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેના દ્વારા ખુટંજ ગામના લોકોને સરકારની યોજનાઓની માહિતિ આપી લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહુધા નાયબ મામલતદાર, તાલુકા હેલ્થ ઓફીસર, તાલુકા પંચાયત સભ્ય, ખુંટજ સરપંચ, ડેપ્ટી સરપંચ, તલાટી, મુખ્ય સેવિકા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલીથી પ્રતિનિધિ, પ્રા.શાળા આચાર્ય, આશાવર્કરો, ગ્રામ સેવક, ગ્રામ પંચાયતના સભ્યો, દુધ મંડળી સેક્રેટરી, આરોગ્ય વિભાગના કર્મચારી સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓ અને ગ્રામ સેવકો જોડાયા હતા.