ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ઉત્સાહ ફરી એકવાર વધવા જઈ રહ્યો છે. IPL 2024ની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ સિઝન માટે મિની ઓક્શન(IPL 2024 Mini Auction)નું પણ આયોજન કરવામાં આવશે. BCCIએ IPL 2024 ઓક્શનની તારીખ અને સ્થળની જાહેરાત કરી છે. આ પહેલીવાર બનશે જ્યારે આપણા દેશમાં IPL ઓક્શનનું આયોજન કરવામાં નહીં આવે. IPL 2024નું ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે.
𝗜𝗣𝗟 𝟮𝟬𝟮𝟰 𝗔𝘂𝗰𝘁𝗶𝗼𝗻 🔨
🗓️ 19th December
📍 𝗗𝗨𝗕𝗔𝗜 🤩
ARE. YOU. READY ❓ #IPLAuction | #IPL pic.twitter.com/TmmqDNObKR
— IndianPremierLeague (@IPL) December 3, 2023
ઓક્શન માટે 1166 ખેલાડીઓની એન્ટ્રી
IPLએ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં 5 સેકેંડનો વીડિયો છે. આ વીડિયોમાં IPLના ઓક્શન, તેની તારીખ અને સ્થળ અંગે જાણકારી આપવામાં આવી છે. IPL ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. જેમાં તમામ 10 ટીમો ભાગ લેશે. IPLના ઓક્શનમાં 1,000થી વધુ ખેલાડીઓ પર દાવ લગાવવામાં આવશે. જેમાં 800થી વધુ ભારતીય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. IPL મિની ઓક્શન માટે 1166 ખેલાડીઓની એન્ટ્રી કરવામાં આવી છે. ટીમો પાસે કુલ 77 સ્લોટ ખાલી છે. તેમાંથી 30 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે હશે.
જાણો કઈ ટીમ પાસે કેટલા સ્લોટ ખાલી
IPLની તમામ 10 ટીમો આશરે 262.95 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ખાલી સ્લોટની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ પાસે 6 સ્લોટ ખાલી છે. દિલ્હી કેપિટલ્સમાં 9 સ્લોટ ખાલી છે. ગુજરાત ટાઇટન્સ પાસે 8 સ્લોટ ખાલી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 12 સ્લોટ ખાલી છે. લખનઉ સુપર જાયન્ટ્સ પાસે 6 સ્લોટ ખાલી છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે 8 સ્લોટ ખાલી છે. પંજાબ કિંગ્સ પાસે 8 સ્લોટ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 6 સ્લોટ ખાલી છે. રાજસ્થાન રોયલ્સ પાસે 8 સ્લોટ ખાલી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે પણ 6 સ્લોટ ખાલી છે. આ ટીમોમાં ગુજરાતના પર્સમાં સૌથી વધુ પૈસા બચ્યા છે. તેની પાસે 38.15 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે.