ભગવાનના નામે છેતરપિંડી… જી હાં… મહેસાણામાં બે ગઢીયાએ લોકોને હરિદ્વાર કથા સાંભળવા લઈ જવાના બહાને છેતરપિંડી કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા 3000 ભરી હરિદ્વાર કથા સાંભળવા જાઓ અને કથા સાંભળી પૈસા પરત પણ મેળવી લો આવી અનોખી સ્કીમ બનાવી ભગવાનના નામે પણ લોકો સાથે ઠગાઈ કરી નાખી. શું છે આજ ઠગાઈ કરવાનો નવો કીમિયો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં..
હરિદ્વાર જવાની સ્કીમ આપી હતી
હરિદ્વારમાં જઈને કથા સાંભળો અને રોજના ₹500 તથા સાંભળવાના મેળવો . આવી અનોખી સ્કીમ બનાવી પહેલા રૂપિયા 3000 ભરાવડાવી મોટી સંખ્યામાં લોકો સાથે છેતરપિંડી નો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે બે ગઢીયાએ ગામના જ લોકોનું કરી નાખ્યું. હરિદ્વારમાં કથા સાંભળવા જવું હોય તો પહેલા રૂપિયા 3000 ભરો અને છ દિવસ કથા સાંભળવા રોજના રૂપિયા 500 પરત મેળવો આવી સ્કીમ જણાવી લોકો પાસેથી બે ગઠીયા હોય પૈસા મેળવ્યા હતા. ગઠીયા એ લોકોને હરિદ્વાર જવાની તારીખ 19 નવેમ્બર થી 25 નવેમ્બર જણાવતી હતી. હરિદ્વાર જવાની તારીખ આવી ગઈ પણ હરિદ્વાર જવાની કોઈ તૈયારી જણાય નહીં. હરિદ્વાર લઇ ન જતા લોકોએ ગઠિયા પાસે પૈસા પરત માગ્યા. ત્યારે ગઠિયાએ ફોન સ્વીચ ઓફ કરી નાખતા ગામ લોકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું.
નોંધાઈ પોલીસ ફરિયાદ
છેતરપિંડી થતાં જ કુકરવાડા ગામના બ્રિજેશ પટેલ નામના ફરિયાદીએ વિજાપુરના વસઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ ફરીયાદીના રૂ.૯૦૦૦ અને અન્ય લોકોના કુલ મળી રૂ.૧,૮૫,૦૦૦/- ની ઠગાઈ થઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેમાં કુકરવાડા સહિત આસપાસના ગામના લોકોના પૈસા ભરાવી આરોપી ફરાર થઈ ગયા હતા. સ્કીમ બનાવનાર ના લઈ ગયો હરિદ્વાર કે ના આપ્યા પૈસા. ફરિયાદી એ આરોપી લખવારા (મારવાડી) ચેતન રહે.કુકરવાડા, મૂળ સિરોહી, રાજસ્થાન અને કૌશિક ચંદુભાઇ મોદી રહે.કુકરવાડા વિરૂદ્ધ ફરિયાદી બ્રિજેશ બિપિનચંદ્ર શંકરલાલ પટેલે વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે વસાઈ પોલીસે બંને આરોપીઓ ને પકડી પાડી બે દિવસના રિમાન્ડ પર તપાસ શરૂ કરી છે.
ભગવાનના નામે રૂપિયા ઉઘરાવ્યા
રૂપિયા 3000 લેખે કુકરવાડા ના અને આસપાસના ગ્રામજનો પાસેથી હાલમાં આ ગઠિયાઓ એ રૂપિયા 1.85 લાખ ની છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. જોકે આરોપીના રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં આ છેતરપિંડી આટલે અટકતી નથી. માત્ર 1.85 લાખ નહીં પરંતુ રૂપિયા 9 લાખથી વધુની છેતરપિંડી લોકો સાથે કરી હોવાનો આરોપીએ કબૂલ્યું છે. એટલે કે ભગવાન ના નામે આ ગાંઠિયાઓએ લોકોનું લાખો રૂપિયાનું કરી નાખ્યું. આ પ્રકારની મોડસ ઓપરેન્ડી જોતા હવે કોના પર ભરોસો કરો એ પણ એક સવાલ ઉભો થાય છે. ચાળવા મળેલ માહિતી મુજબ આ બંને આરોપીઓ પૈકી એક મકાન માલિક અને એક ભાડુઆત છે. જે કુકરવાડા ગ્રામજનોની વચ્ચે જ સોસાયટીમાં મકાનમાં રહેતા હતા. અને મકાન માલિક અને ભાડુંઆતે ભેગા મળી અડૉસ પડોશ તો ઠીક ગામમાં રહેતા લોકો અને આસપાસના બીજા લોકોનું પણ છેતરપિંડી કરી વિશ્વાસમાં લઈ કરી નાખ્યું. જોકે ફરિયાદી બ્રિજેશ પટેલની ફરિયાદના પગલે આ બંને આરોપીઓ હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. અને પોલીસ તપાસમાં હજુ પણ વધુ લોકોની છેતરપિંડી ખૂલે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
આમ હવે ગઠિયાઓએ લોકોને ઠગવાના અવનવા બહાના સાથે ભગવાનના નામે પણ ઠગાઈ કરવાની શરૂઆત કરી દીધી છે હજુ જોવા ફરિયાદી બ્રિજેશભાઈ સામે ન આવ્યા હોત તો આ ઠગ હજુ અનેક લોકોને પોતાની આ ઠગવાની નવી તરકીબ થી અનેક લોકોને ઠગ્યા હોત તેમ કહીએ તો નવાઈ નહીં.