સોશિયલ મીડિયાના જમાનામાં હવે કોઈ પણ ફોટો, વીડિયો કે સમાચાર વાયુ વેગે એકબીજા પાસે પ્રસરી જાય છે. લોકો તે કન્ટેન્ટને યોગ્ય રીતે ચેક પણ કરતા નથી કે તેમાં બતાવેલી હકીકત સાચી છે કે ખોટી? હાલમાં ડીપફેકનો મુદ્દો પણ ઘણો ચર્ચામાં છે. ત્યારે આ ડીપફેક મામલે સરકાર આકરા મુડમાં જોવા મળી રહી છે. સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની વચ્ચે ડીપફેકના મુદ્દા સામે લડવા માટે એક રિવ્યુ મીટિંગ યોજાઈ છે.
આ મીટિંગમાં સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ડીપફેકથી યૂઝર્સને થતાં નુકસાનના મુદ્દે તે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં કહ્યું કે સરકાર સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયેટર માટે એક એડવાઈઝરી જાહેર કરશે, જેનાથી ડીપફેક સામેના નિયમોનું 100 ટકા પાલન સુનિશ્ચિત થઈ શકશે.
ડીપફેક એક પ્રકારના એડિટેડ ફોટો, વીડિયો અને ઓડિયો છે, જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ડીપફેકમાં કોઈ વ્યક્તિના ચહેરાને કોઈ બીજા વ્યક્તિના શરીર અથવા અવાજ સાથે જોડવામાં આવે છે. તે એટલુ ઓરિજિનલ લાગ છે કે તમે પારખી જ ના શકો કે ડુપ્લીકેટ કન્ટેન્ટ કયુ છે અને ઓરિજનલ કયુ છે.
શું હોય છે ડીપફેકનો ઉપયોગ?
- ફેક ન્યૂઝ ફેલાવવી- ડીપફેકનો ઉપયોગ કોઈ વ્યક્તિ અથવા ઓર્ગેનાઈઝેશનની રેપ્યુટેશનને નુકસાન પહોંચાડવા અથવા ખોટી સૂચના ફેલાવવા માટે થઈ શકે છે. ઉદાહરણ માટે કોઈ નેતાના વીડિયોમાં તેમને એવુ કહેતા બતાવવામાં આવી શકે છે, જે તેમને ક્યારેય કર્યુ જ નથી.
- છેતરપિંડી- ડીપફેકનો ઉપયોગ કોઈ વ્યક્તિની છેતરપિંડી કરવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિના વીડિયોમાં તેમને કોઈ એવી વસ્તુ કહેતા અથવા પહેરતા બતાવવામાં આવી શકે છે, જે તેમને વાસ્તવમાં કર્યુ જ નથી.
- એન્ટરટેઈનમેન્ટ- ડીપફેકનો ઉપયોગ મનોરંજન માટે પણ કરવામાં આવી શકે છે. ઉદાહરણ માટે કોઈ એક્ટરના વીડિયોમાં તેમને કોઈ બીજી ફિલ્મના સીન સાથે જોડી શકાય છે.
ડીપફેકથી બચવા માટે કરો આ ઉપાય
- વીડિયો કે ઓડિયોના સોર્સની તપાસ કરો- જો તમે કોઈ વીડિયો અને ઓડિયોમાં કોઈ વ્યક્તિને જોવો છો, જેને તમે ઓળખો છો તો સુનિશ્ચિત કરો કે તમે વીડિયો અથવા ઓડિયોના સોર્સની તપાસ કરો. જો સોર્સ પર શંકા હોય તો વીડિયો અથવા ઓડિયો પર વિશ્વાસ ના કરો.
- વીડિયો અને ઓડિયોની ક્વોલિટી પર ધ્યાન આપો- ડીપફેક વીડિયો અથવા ઓડિયોમાં કેટલીક વસ્તુઓ સાફ હોતી નથી. જો તમે કોઈ વીડિયો અથવા ઓડિયોમાં કોઈ એવી વસ્તુ જોવો છો કે તમને અલગ જ લાગે છે તો સંભાવના છે કે આ એક ડીપફેક છે.
ડીપફેક વિશે જાણો- ડીપફેક વિશે જેટલુ તમે શીખશો, તેટલુ જ સરળતાથી તમે તેને ઓળખી શકશો. ડીપફેક વિશેની મોટાભાગની જાણકારી ઓનલાઈન મળી જાય છે. - ડીપફેક હાલમાં ઝડપથી ડેવલપ થનારી ટેક્નોલોજી છે. જેમ-જેમ ટેક્નોલોજી વિકસિત થશે, ડીપફેક વધારે ઓરિજિનલ અને ભ્રામક થતા જશે. તેથી ડીપફેકથી બચવા માટે જાગૃત થવુ અને સુરક્ષાના યોગ્ય પગલા લેવા જરૂરી છે.