ઉજ્જૈન દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે વર્ષો જૂનો વહેમ તોડી મહાકાલેશ્વર મંદિર પાસે રોકાયા હતા. ૧૩ ડિસેમ્બરે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા પછી, તેઓ શનિવાર અને રવિવાર વચ્ચેની મધ્ય રાત્રીએ ભોપાલથી ૧૯૦ કિ.મી. દૂર આવેલ આ પવિત્ર શહેરમાં મહા કાલેશ્વર મંદિર પાસે જ રાત રોકાયા હતા. તેમની સાથે કેટલાએ અધિકારીઓ પણ રોકાયા હતા.
તેઓએ જણાવ્યું કે, કોઇ પણ કારણસર ગ્વાલિયર સ્ટેટના રાજાએ ૧૮૧૨માં રાજધાની અહીંથી ફેરવી ગ્વાલિયરમાં સ્થાપી હતી. સાથે એક એવી કિંવદંતી વહેતી મુકી કે, કોઇ પણ રાજા કે રાજકીય અધિકારી અહીં (મહાકાલેશ્વર મંદિર પાસે) રાતભર રોકાઈ શકે તેમ નથી. પરંતુ આ એક વહેમ જ હતો. તેમની ઇચ્છા તે હતી કે આ પવિત્ર સ્થાન ઉપર કોઈ કબજો જમાવી ન દે. આ તેમની રાજનીતિક રણનીતિ હતી.
ઉજ્જૈનમાં યોજાયેલી એક જનસભાને સંબોધન કરતાં ડો. યાદવે આ પ્રમાણે કહ્યું હતું. અહીંના દશહરા-મેદાનમાં આ ભવ્ય સભા યોજાઈ હતી. તે પણ ઉલ્લેખનીય છે.
દરમિયાન ભોપાલથી ઉજ્જૈન આવી પહોંચનારા, મુખ્યમંત્રી ડૉ. યાદવનું ઠેર ઠેર કમાનો રચી ભવ્ય સ્વાગત કરાયું હતું. તેઓના કાફલા ઉપર અને તેઓની કાર ઉપર પણ માર્ગની બંને બાજુએ ઊભેલા લોકોએ પુષ્પ વૃષ્ટિ કરી હતી. ઉજ્જૈન શહેરનાં મકાનોની ગેલેરીઓમાંથી પણ લોકોએ તેમની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી હતી.