ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. હવે AI સેક્ટરમાં પણ દુનિયાને ભારતની તાકાત જોવા મળશે. વર્ષ 2024માં ChatGPTને ટક્કર આપવા માટે ભારતના BharatGPT અને OpenHathi ધમાલ મચાવશે. રિપોર્ટ અનુસાર, ઓલા અને ટેક મહિન્દ્રા જેવી કંપીનીઓ પોતાને લાર્જ લેંગ્વેજ મોડલ બનાવી રહી છે.
એક ભારતીય એઆઈ સ્ટાર્ટઅપ, સર્વમ એઆઈએ ઓપનહાથી હિંદી LLM ઓપનહાથી -Hi-v0.1 લોન્ચ કર્યું છે. આ હિન્દી ભાષામાં બનનાર પહેલુ LLM છે. ચાલો જાણીએ કે BharatGPT અને OpenHathi શું છે ? અને તે ChatGPTને કઈ રીતે માત આપશે.
OpenHathi શું છે ?
OpenHathi એક નોન પ્રોફિટ ભારતીય ઓર્ગેનાઈઝેશન છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપે છે. BharatGPTએ OpenHathi દ્વારા તૈયાર કરવામાં આવેલું એક LLM છે જે હિંદી અને અન્ય ભારતીય ભાષાઓમાં ટેક્સટ જનરેટ, ટ્રાન્સલેશન અને અલગ અલગ પ્રકારના ક્રિએટિવ કન્ટેટ લખે છે. તે યુઝર દ્વારા પૂછવામાં આવેલા સવાલોની જાણકારી સાથે જવાબ પણ આપે છે.
BharatGPTની ભારતમાં એન્ટ્રી
OpenHathiએ હાલમાં BharatGPTની ભારતમાં એન્ટ્રીને લઈને હમણા સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. રિપોર્ટ અનુસાર, સંભાવના છે કે 2024માં ભારતમાં BharatGPTની એન્ટ્રી થશે. ભારતમાં BharatGPTની એન્ટ્રીથી ભારતીય ભાષાઓમાં AI પ્રોમ્પ્ટનો વિકાસ થશે. તે ભારતીય ભાષોઆમાં ટેકસ્ટ જનરેટ કરવા, ટ્રાન્સલેશન કરવામાં અને ક્રિએટિવ કન્ટેન્ટ લખવામાં એક પાવરફૂલ ટૂલ ઓફર કરશે.
BharatGPTમાં શું છે ખાસ ?
OpenHathiએ BharatGPTને નફરત ફેલાવતા કન્ટેન્ટ, ખોટી જાણકારી અને અન્ય હાર્મફુલ કન્ટેન્ટ જનરેટ થતા રોકવા માટે ઘણી સુરક્ષાના ઉપાય કર્યા છે. કંપની દ્વારા BharatGPTના ઉપયોગ કરવા જનરેટેડ ટેકસ્ટ પર નજર રાખવાની યોજના બનાવી છે, જેથી સુનિશ્ચિત થઈ શકે કે આ યુઝર માટે સુરક્ષિત અને ફાયદાકારક ટૂલ રહે.