તાજેતરમાં જ ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહેલ પ્રાઈવેટ જેટને ફ્રાન્સનાં વેટ્રી એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે આ વિમાનમાં 303 જેટલા મુસાફરો હતા. જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી કરી રહ્યા હતા. ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓમાં વિદેશમાં સ્થાપી થવાનો ક્રેઝ વધ્યો છે. વર્ષ 2013 થી 2022 દરમ્યાન 22 હજારથી વધુ લોકોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કર્યો છે.
છેલ્લા 10 વર્ષમાં 22 હજાર લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યુ
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લોકોમાં વિદેશ જવાનો મોહ વધી રહ્યો છે. ત્યારે વર્ષ 2022 માં સમગ્ર દેશમાંથી કુલ 2.25 લાખ લોકોએ ભારતીય નાગરિક્ત જતું કર્યું હોવાનાં ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. જેમાં 2011 થી 2022 સુધી કુલ 16.63 લાખ લોકો દ્વારા ભારતીય નાગરિકત્વ જતું કરી વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કર્યું હતું. ત્યારે સૌથી વધુ પાસપોર્ટ સરન્ડર કરવામાં દિલ્હી સૌથી મોખરે છે. જ્યારે બીજા નંબરે પંજાપ અને ત્રીજા નંબરે ગુજરાત છે.
દિલ્હીમાં સોથી વધુ લોકોએ પાસપોર્ટ સરન્ડર કર્યા
છેલ્લા 10 વર્ષમાં ભારતીય પાસપોર્ટ સરન્ડર થયેલા પાસપોર્ટનાં આંકડાઓ પર નજર કરીએ તો દિલ્હીમાં 60414 પાસપોર્ટ સાથે પ્રથમ નંબરે રહ્યું હતું. જ્યારે બીજા નંબરે પંજાબ 28117 જ્યારે ત્રીજા નંબરે ગુજરાત જ્યારે ચોથા નંબરે મહારાષ્ટ્ર 17171 અને કેરળ 16247 સાથે પાંચમાં સ્થાને છે.
ભારતીય યુવાનો નોકરી અથવા અભ્યાસ અર્થે અન્ય દેશોમાં પણ સ્થાયી થયા
2018 થી 2022 દરમ્યાન સમગ્ર દેશમાંથી કુલ 13044 લોકોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું. જ્યારે 7472 લોકોએ કેનેડાનું નાગરિકત્વ મેળવ્યું હતું. તે 1711 લોકોએ કિંગડમનું નાગરિકત્વ મેળવ્યું હતું. જ્યારે 1686 લોકોએ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ સ્વીકારવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ સિવાય પણ અનેક ભારતીય યુવાનો દ્વારા અભ્યાસ અર્થે અથવા તો નોકરી માટે ન્યૂઝીલેન્ડ, જર્મનીમાં પણ ગયા છે.