ગત તા. ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ ફરીયાદી કમળાબેન વા/ઓ અરવિંદભાઈનાઓ ડાકરો શ્રી રણછોડરાયજી મંદિરે દર્શન કરવા સારૂ આવેલ હતા. દરમ્યાન મંદિરે દર્શન કરતા સમયે સ્ત્રી વિભાગમાંથી કોઈ અજાણી બહેને તેમના ગળામાં પહેરેલ આશરે એક તોલાની સોનાની ચેઇન કિ.રૂ. ૬૦,૦૦૦/-ની શીફતપુર્વક સરકાવી લઈ નાસી જઈ ગુનો કરેલ હોય જે બાબતે ડાકોર પો.સ્ટે. ફરીયાદ આપતા ડાકોર પો.સ્ટે. ગુ.૨નં. ૧૧૨૦૪૦૨૧૨૩૦૬૬૯ ઇપીકો.ક. ૩૭૯(એ),૩ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર ડાકોર પો.સ્ટે. નાઓએ તેમના સ્ટાફની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી સ્થાનીક નેત્રમ CCTV કમાન્ડ કંટ્રોલ થકી સી.સી.ટીવી ફુટેજનો અભ્યાસ કરી આરોપીની ઓળખાણ છતી કરી સદર ગુનો સમયમર્યાદામાં શોધી કાઢવા કવાયત હાથ ધરેલ. જે ગુનાના કામે એ.એસ.આઇ તથા હેડકો. નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિક્ત આધારે ગુનામાં સંડોવાયેલ બે બહેનો (૧)ગીતાબેન ઉર્ફે કમળાબેન વા/ઓ મેલાભાઈ મોતીભાઈ ચુનારા વાઘરી (અને અને (૨) સુમીત્રાબેન ઉર્ફે કાજલબેન વા/ઓ રમેશભાઈ રઇજીભાઈ ચુનારા વાઘરી બંન્ને રહે. રતનપુરા ગામ તા. ઉમરેઠ જી. આણંદ નાઓને તા. ૨૮/૧૨/૨૦૨૩ ના રોજ ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે ડાકોર ખાતે પકડી અટક કરી ચેઇનસ્નેચીંગનો વણશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં ડાકોર પોલીસને સફળતા મળેલ છે.
પકડાયેલ બંન્ને આરોપી બહેનોનો ગુનાહિત ઈતિહાસ ચકાસતા બંન્ને બહેનો અગાઉ દેશી દારૂના અનેક ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ આ બંન્ને બહેનો વિવિધ સ્થળોએ ભીડભાડવાળા દિવસોમાં લોકોની નજર ચુકવી ચેઇનસ્નેચીંગ કરવાની એમો.ઓ.પણ ધરાવે છે.