રાજ્યના વિવિધ શહેરોના વિકાસ માટેના રૂપિયા 2,084 કરોડના ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યા છે. 8 મહાનગરપાલિકા અને 169 નગરપાલિકાને ચેક અપાયા છે. જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા હોદ્દેદારોને ખાસ ટકોર પણ કરવામાં આવી હતી.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસના કાર્યો માટે કુલ મળીને રૂ. 2084 કરોડની રકમના ચેક અર્પણ કર્યા. pic.twitter.com/uTAhPT4FEA
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 2, 2024
CM દ્વારા હોદ્દેદારોને ટકોર કરવામાં આવી
આ ચેક વિતરણના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જે કામ કરો તે આયોજન બદ્ધ કરો. તેમણે ઉમેર્યું કે, પહેલા રોડ બનાવવામાં આવે પછી ગટરના નામે રોડ તોડવામાં આવે તે યોગ્ય નથી. આયોજન વિનાની કામગીરી કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે. કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવી નહી. વધુમાં કહ્યું કે, કામની ક્વોલિટીમા કોઈ બાંધછોડ કરવાની નથી. મેયર થઈ જાય એટલે એમના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. તેમણે કહ્યું કે, ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા કબજો જમાવે તેવું પણ ન ચાલે.
‘સારૂ આયોજન કરો તો અહીંથી પૈસા મળે છે’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે જણાવ્યું હતું કે, સારૂ આયોજન કરો તો અહીંથી બધા જ પૈસા મળે તેમ છે, પરંતુ આયોજન બદ્ધ રીતે કામ કરીને આગળ વધો. બાકી તો પહેલા દિવસે રોડ બનાવી દે અને બીજા દિવસે ગટરનું કામ હાથમાં લે. તેમણે કહ્યું કે, એક જણ નહી સાંભળતું, આખી સરકાર સાંભળે છે એક જણની ભૂલના કારણે બધાને સાંભળવું પડે છે. આપણે બધા જૂદા નથી આપણે બધા જ એક જ છીએ એટલે એક થઈને જ કામ કરવાનું છે.