અરવલ્લી જીલ્લાના મોડાસા GIDC ખાતે આજરોજ માન. મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે મોડાસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન કોન્ફરન્સ હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા સંબોધન કરતા જણાવ્યું કે; “આજે આપણને ગુજરાતની એક અલગ જ તસવીર દેખાય છે. ગુજરાત નવું છે, બદલાયેલું છે અને જબરદસ્ત ઊંચાઈએ છલાંગ લગાવવા થનગની રહ્યું હોય એવું આપણું ગુજરાત છે, ભાઈઓ. અને આપણે આપણી સામે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ, પરંતુ બે દાયકા પહેલા એ દિવસો યાદ કરો તો કેવું લાગે છે, બે દાયકા પહેલા આપણા ગુજરાતની ઓળખ શું હતી, વેપારીઓ એક જગ્યાએથી માલ લઈને બીજી જગ્યાએ વેચતા અને વચમાં જે દલાલી મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ આપણી ઓળખ હતી ખેતીમાં પાછળ, ઉદ્યોગોમાં પાછળ. કારણ કે, આપણી પાસે રો-મટિરિયલ્સ ન હતું. આવી પરિસ્થિતિમાં બે દાયકામાં જબરદસ્ત મહેનત કરીને આજે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની ઊંચાઇ હાંસલ કરી છે. સ્પેરપાર્ટ્સ બનાવતા નાના નાના ઉદ્યોગોના નેટવર્ક, એવી જ રીતે આપણા આ બંદરો, આપણો દરિયાકિનારો અને વિકાસની ગતિ આપણે સૌએ ભરી દીધી.સરકારશ્રી દ્વારા સખી મંડળની બહેનોને ડ્રોનની ટ્રેનિગ અપાય છે.
ખેડૂત માટે નેનો યુરિયા ડેવલોપ કર્યુ અને આજે ખેડૂતોને લાભ આપ્યો.કેંદ્ર સરકારે સખી મંડળને નેનો યુરિયાના ડ્રોનથી છંટકાવની ટ્રેનિગ આપીને સ્વનિર્ભરતાના નવા દ્વાર ખુલ્યા છે.
આજે વાયબ્રન્ટ સમિટમાં 1 લાખ લોકોનું સહભાગી થવા માટે રજીસ્ટ્રેશન થયું છે. દેશના યશસ્વી વડાપ્રધાન ના વિઝન ના કારણે આજે સફળ એમઓયુ થઈ રહ્યા છે. અને ભારત અને ગુજરાત આજે ઉદ્યોગમાં આગળ વધ્યાં છે અને દુનિયામાં નામ થઈ રહ્યું છે. ભારતમાં ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં ૧૪ હજાર કરોડનું એક્સપોર્ટ કર્યું છે.જેનાથી સફળતા સર કરી છે.
ઇન્ડિસ્ટ્રીયલ ગ્રોથમાં શેની જરૂર છે??
૧૨૫ કાર્યક્રમ થયા વાઈબ્રન્ટના રોડશો થયા. લોકલ ઇન્ડિસ્ટ્રી ને શેની જરૂર છે તે મુખ્ય ઉદેશ્ય છે.શેની જરૂર છે.અને નવી ડિમાન્ડ શું છે. કેવા પ્રકારના ઉદ્યોગ ની જરૂર છે તે મહત્વનું છે. મોડાસામાં શેની જરૂર છે.તે મુખ્ય ઉદેશ્ય છે.જેથી સરકાર ઉદ્યોગને ગતિ આપવા માટે નવીન તક ઉભી કરી શકે. આવો આપણે સાથે મળીને અરવલ્લીના ઉદ્યોગને સફળતાની ઊંચાઈઓ આપીએ. “
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક,રિજિયોનલ મેનેજશ્રી રિધરિશ શાહ,અખિલ ભારતીય પૂર્વ અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ,મોડાસા નહરપાલિકા પ્રમુખશ્રી નીરજ શેઠ,GIDC એસોસિયેશનના પ્રમુખશ્રી ભોગીલાલ શેઠ અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.