ખેડા જિલ્લાના કઠલાલ 108 એમ્બ્યુલન્સને કઠલાલ સરકારી હોસ્પિટલમાંથી એક ડીલેવરીનો કેશ મળ્યો હતો.કેશ મળતાં જ તાત્કાલિક કઠલાલ 108 ના હાજર સ્ટાફ ઈમટી ઈરફાનભાઈને પાઈલોટ દેવાંશુભાઈ સ્થળ પર જઈને તપાસ કરતા માલુમ પડ્યું કે પેશન્ટ મંજુલાબેન રાજુભાઈ પરમારને ચોથી ડિલેવરીનો દુખાવો થતો હતો અને વધુ સારવાર અર્થે નડીઆદ સિવિલ હોસ્પિટલ 108 માં રીફર કરવામાં આવ્યા હતાં.ત્યારે અચાનક રસ્તામાં મંજુલાબેનને અસહ્ય દુખવો ઉપડતાં એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરાવી પડે એવી પરિસ્થિતિ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના સ્ટાફ ઈમટી ઈરફાનભાઈ અને પાઈલોટ દેવાંશુભાઈએ સાવચેતી રાખીને એમ્બ્યુલન્સને રોડની સાઈડ પર મહુધા ફિણાવ ભાગોળ ઉભી રાખી અને તાત્કાલિક ઉપરી અધિકારીની સલાહ લઈને સફળતાપૂર્વક નોર્મલ ડીલેવરી કરાવી હતી. અને બાળકના ગળામાં નાળ વીંટળાયેલ હતી તેમ છતાં પણ ઉપરી અધિકારીની સલાહ લઈને 108 ના સ્ટાફે સફળતાપૂર્વક ડિલેવરી કરાવી હતી ને બાળકનો જન્મ થયો હતો. બાળકનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ સર્જયો હતો. બાળક અને માતા બન્ને તંદુરસ્ત છે. વધુ સારવાર અર્થે નજીકની મહુધા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.આવી ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ ડોક્ટર તથા મંજુલાબેનના પરિવારે કઠલાલ 108 એમ્બ્યુલન્સની સેવાનો તથા 108 એમ્બ્યુલન્સના સ્ટાફ ઈરફાનભાઈ તથા પાઈલોટ દેવાંશુભાઈને અભિનંદન પાઠવ્યા હતાં.
રીપોટૅર- સુરેશ પારેખ(કપડવંજ)