અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચશે. બીજી તરફ ભાજપના આ અભિયાનને 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહ્યું છે.
‘અયોધ્યા ચલો દર્શન કરો’ અભિયાનને મોટા પાયે સફળ બનાવવા માટે બુધવારે ગ્રાઉન્ડ ઝીરો ખાતે સમીક્ષા કરાઈ. જેના માટે પ્રથમ બેઠક સંઘના પદાધિકારી સાથે, બીજી બેઠક રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સાથે અને ત્રીજી બેઠક અધિકારીઓ સાથે યોજાઈ હતી.
અયોધ્યામાં 14થી 20 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન
- સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્યમાં 14થી 20 જાન્યુઆરી સુધી સ્વચ્છતા કાર્યક્રમ ચલાવવામાં આવે. શહેર, ગામ અને ઘરોને સ્વચ્છ કરાશે. 16 જાન્યુઆરીથી રામના નામે સંકીર્તન કરો. 22મી નાગર નગરમાં ભંડારાનું આયોજન. દીપોત્સવ દ્વારા નવા ભારતમાં સહકાર આપો.
- CISFના 150થી વધુ સશસ્ત્ર સુરક્ષા કમાન્ડો અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા માટે જવાબદાર રહેશે. 22મીએ રામ મંદિરમાં રામલલ્લાના અભિષેક સમારોહ પહેલાં ગૃહ મંત્રાલયે આને મંજૂરી આપી છે. આ દેશનું 68મું નાગરિક એરપોર્ટ હશે.