અયોધ્યા રામ મંદિર મહોત્સવના ઐતિહાસિક દિવસની સમગ્ર ભારતવાસીઓ એ ઉત્સાહથી ઉજવણી કરી છે, ત્યારે નડીઆદ પણ જાણે સોમવારે રામમય બની ગયું હતું.
શહેરના સંતરામ મંદિર, નજીકમાં આવેલ રામજી મંદિર, ભાવસાર વાડ, ગણેશ ચોકડી પર આવેલ ગણપતિ મંદિરમાં લોકડાયરો, મહાપ્રસાદી, નડીઆદ નવી મિલના ફાટક પાસે આવેલ પટેલ પાર્ક, સરદાર નગર સોસાયટી, નડિયાદના પિપલગ મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો, ઉપરાંત ઘેર ઘેર ઉત્સવનો માહોલ અને મોડી સાંજથી ઘરે ઘરે દીપોત્સવ, આતશબાજી સાથે નડીઆદવાસીઓએ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.