જગતના પ્રાણના આધાર અને સમગ્ર વિશ્વ જેઓના નામમાં રમણ કરે છે તેવા અયોધ્યાના નરેશ, દશરથ નંદન શ્રી રામની વર્ષો બાદ આજે જન્મભૂમિ આયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. સદીઓની પ્રતીક્ષાનો અંત આવતા આજે ભાવાવિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભિજિત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરી હતી.
આ ક્ષણને નિહાળી સમગ્ર દેશવાસીઓ ભાવવિભોર બન્યા હતા. સમગ્ર વિશ્વ આજે રામમય બન્યું હતું. કેટલી પેઢીઓના સંઘર્ષ અને પૂર્વજોના બલિદાનો ને સફળ કરતો આ કાર્યક્રમ દેશ અને વિદેશમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો.
જેમાં ચરોતરના નાક ગણાતા નડિયાદમાં પણ આ મહોત્સવ ખૂબ ઉત્સાહ અને આનંદ પૂર્વક ઉજવાયો હતો સુપ્રસિદ્ધ સંતરામ મંદિર થી લઈને બાલ વૃદ્ધ સૌમાં એક રામ નો ભવાવેગ જોવા મળ્યો હતો.આ નિમિત્તે શહેરના તમામ સમજો દ્વારા એક ભવ્ય અને દિવ્ય રેલીનું આયોજન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની નેતૃત્વમાં સંપન્ન થયું હતું.
આ રેલી ગણેશ મંદિરથી આરંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ રામજી મંદિર ખાતે પ્રભુ શ્રી રામના મંદિરે ધ્વજા આરોહણ અને આરતી સાથે સમાપન થયું હતું.