Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

કપડવંજ વિધાનસભાના 150 થી વધુ કોંગ્રેસ તથા આપના કાર્યકરો ભાજપમાં જોડાયા

કપડવંજ વિધાનસભાના 150 થી વધુ કોંગ્રેસ તથા આપના કાર્યકરો ભાજપમાં જોડાયા

કપડવંજ વિધાનસભાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 150 થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં ખેસ ધારણ કર્યો હતો.

કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી વિધાનસભાના આ કાર્યકરોમાં પ્રદેશ કોંગ્રેસમાં મહિલા મોરચાના મંત્રી પદે મહત્વનો હોદ્દો ધરાવતાં કપડવંજના જીગીશાબેન પરમાર, ખેડા જિલ્લા કોંગ્રેસના મંત્રી નિમેશ કાન્તીભાઈ ભટ્ટ, ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ મંત્રી લક્ષ્મણસિંહ અંબાલાલ ચૌહાણ, કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ નવનીતસિંહ દિલીપસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિના અધ્યક્ષ મયુરીકા વસંતભાઈ મકવાણા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દિલીપસિંહ કોદરસિંહ ચૌહાણ સહિત તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો અને અગ્રણી ૧૫૦ થી વધુ કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. કમલમ ખાતે આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોએ સૌનું સ્વાગત કર્યું હતું.

 

 

 

 

રીપોટૅર-સુરેશ પારેખ (કપડવંજ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.