૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪ માં સ્થાપના દિવસ નિમીતે સ્કુલની બન્ને બ્રાંચ પર “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં બન્ને બ્રાંચના થઇ કુલ ૧૪૫૦ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઇ અલગ અલગ વિષયોના પ્રોજેક્ટ, પ્રેસેન્ટેસન, જ્ઞાનવર્ધક નાટક અને બીજી અનેક રીતે વાલીઓ અને આમંત્રિત મહેમાનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા
આ પ્રસંગે હાજર વાલીઓ એ તેમની હકારાત્મક પ્રતિક્રિયા આપી સ્ટુડન્ટ, ટીચર્સ અને સ્કુલના મેનેજીંગ સ્ટાફ ને ખુબજ બિરદાવ્યા હતા. સાથે ટ્રસ્ટીઓ પણ બંને બ્રાંચના બધા ટીચર્સ, પ્રિન્સિપાલ, અને મેનેજીંગ સ્ટાફને સમગ્ર પ્રોગ્રામ ની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.