ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કપડવંજ અને કપડવંજ તાલુકા સહકાર સમિતિ પરિવાર દ્વારા અત્રેના મોડાસા રોડ પર આવેલ એપીએમસી ખાતે સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિરનું ઉદૃધાટન અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ખેડા જિલ્લા સહકારી બેંકના ચેરમેન તેજસ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, મહામંત્રી રાજેશ પટેલ,જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, જયરામભાઈ દેસાઈ, મધુબહેન પટેલ,એપીએમસીના ચેરમેન ધવલ પટેલ, પૂર્વ ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી કર્યું હતું.
આ પ્રસંગે અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ અને ડો. કુરિયને યાદ કરી જણાવ્યું હતું કે પશુપાલકો અને ખેડૂતોની સમૃદ્ધિ માટે અમૂલે દુધના કમિશનમાં વધારો, દાણના ભાવ, સભાસદોનો વીમો, પશુઓની તંદુરસ્તી સચવાય અને ખેડૂતોને ઊંચી મહેનતે વધુ નફો મળે વગેરે જેવા અનેક ખેડૂતલક્ષી નિર્ણયો અમલમાં મૂકી સાચા અર્થમાં સહકારથી સમૃદ્ધિના સુત્રને યથાર્થ કરી બતાવ્યું છે.તેમ જણાવ્યું હતું. વધુમાં તેઓએ 13 રાજ્યોમાં અમુલના 46 પ્લાન્ટ થકી અમૂલની પ્રગતિનો ચિતાર આપ્યો હતો.સાથે આવનારા સમયમાં પુના ખાતેના પ્લાન્ટના ઉદ્દઘાટન સૌને આમંત્રણ આપ્યું હતું.
આ પ્રસંગે તેજસ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બને તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. બેરોજગારો અને નવો વ્યવસાય શરૂ કરવા માંગતા લોકોને ₹10,000 થી 1 લાખ સુધીની લોન, ખેડૂતોની સોલાર પેનલ લગાવી ઉર્જા બચત માટે, કિસાન ક્રેડિટ કાર્ડ, શોષિત અને નુકસાનીમાં ઉતરેલા ખેડૂતોને પગભર થવા માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના થકી પગભર કરવા, સેવા સહકારી મંડળીને પણ વિવિધ સુવિધાઓ આપવા સહિત અનેક યોજનાઓ અમલમાં મૂકી સૌને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવા કટિબદ્ધ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે સરકારની સહકાર લક્ષી યોજનાઓ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા અને તેનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન અનુપસિંહ પરમાર આભાર વિધિ ડિરેક્ટર જીતેન્દ્ર પટેલએ કરી હતી. આ પ્રસંગે એપીએમસીના વાઈસ ચેરમેન ભોલાભાઈ, ડિરેક્ટરો ચીમનભાઈ પટેલ, તુલસીભાઈ પટેલ, રાજેશ ગાંધી, અશોક લોહાણા, કાંતિભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, મધુબેન પટેલ,પી.આઇ.પટેલ, દશરથભાઈ પટેલ,ગણપત રાઠોડ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોટૅર-સુરેશ પારેખ(કપડવંજ)