શહેરની સંખ્યાબંપ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી પૂરતી વખતે હવે ‘વસ સર’ કે પ્રેઝન્ટ સર’ને બદલે વિદ્યાર્થી પોતાનો વારો આવે ત્યારે ‘જય શ્રીરામ’ બોલે છે. શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં આ શરૂઆત કરાઈ છે. સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે, આગામી સમયમાં આ રીતે હાજરી પૂરવાના ટ્રેન્ડ વધતો જરી.
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પછી વિદ્યાર્થીઓમાં આ અંગે જાગૃતિ આવે અને તેઓ ગર્વથી પોતાની સંસ્કૃતિ વિશે અન્ય વિદ્યાર્થી સાથે ચર્ચા કરતા થાય તે માટે સ્કૂલોએ અગાઉ વિદ્યાર્થીઓમાં આ માહોલ જળવાઈ રહે અને જુસ્સો વધે તે માટે સ્કૂલોએ હાજરીમાં ‘જય શ્રીરામ’ના નારાને જોડી દીધો છે.
કેટલાક સ્કૂલ સંચાલકનું કહેવું છે કે, ક્લાસનો પ્રારંભ અને પૂર્ણાહૂતિ ‘જય શ્રીરામ’ના નારા સાથે થશે. આને લીધે વિદ્યાર્થીઓ આધ્યાત્મિક રીતે ભગવાનના નામ તેમજ પરંપરા સાથે જોડાયેલા રહેશે. આવનારા સમયમાં પણ સ્કૂલી દ્વારાવિદ્યાર્થીઓને રામાથણ-મહાભારત જેવા ગ્રંથો પ્રત્યે આદર વધે અને આપણી સંસ્કૃતિ મુજબ કેળવાતા થાય તે માટે વર્ષ દરમિયાન વિવિષ પ્રવૃત્તિઓ પણ કરાશે.
સ્કૂલ સંચાલકોએ કહ્યું, ચીન-જાપાનમાં તેમની પરંપરા મુજબ અભિવાદન થાય છે
કેટલીક સ્કૂલે ‘ગુડ મોર્નિંગ’ને બદલે ‘નમસ્તે’ શરૂ કર્યું
પાટલોડિયાની ત્રિપદા સ્કૂલે પણ વિદ્યાર્થીઓને પોતાની સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા માટે ‘ગુડ મોર્નિંગ’ના સ્થાને ‘નમસ્તે’ બોલવાની શરૂઆત કરી છે. સંચાલકોનું માનવું છે કે, ચીન સહિત વિદેશોમાં વિદ્યાર્થી પોતાની પરંપરામાં જ સામેના વ્યક્તિનું અભિવાદન કરે છે. તેથી અમે વિદ્યાર્થીઓને નમસ્તે બોલવાનું શીખવીએ છીએ. નમસ્તે આપણી પરંપરા છે. સ્કૂલોનું કામ જ છે કે તેઓ વિદ્યાર્થીઓને પરંપરા સાથે જોડેલા રાખે. જે કામ અમે કરી રહ્યા છીએ.
આપણા ધર્મ પ્રત્યે બાળકોમાં જાગૃતિ કેળવવાનો પ્રયાસ છે
સનાતન ધર્મ પ્રત્યે બાળકો જાગૃત થાય અને આપણી અસ્મિતા જળવાઈ રહે તેવો અમારો ઉદ્દેશ્ય છે. શ્રીરામ આદર્શ છે, ભગવાન સાથે વિદ્યાર્થી નિકટતા અનુભવે તેવું અમે ઇચ્છીએ છીએ. ઉપરાંત સ્કુલની શરૂઆત જ જય શ્રીરામથી થશે તો આખો દિવરા આનંદમાં જ પસાર થશે એવું અમારુ માનવું છે અને રામનું નામ બોલવામાં પણ સરળ છે.
‘જય શ્રીરામ’થી હાજરી પુરાવવા કોઈ વિદ્યાર્થીને ફરજ નહી પડાય
અત્યાર સુધી સ્કૂલોમાં હાજરી પૂરતી વખતે બાળકો અલગ અલગ શબ્દો બોલતા હતા. તેમાં થોડુ પરિવર્તન આવે અને એક પરંપરાનો ભાવ વિદ્યાર્થીને આવે તે માટે સ્કૂલમાં હાજરી સમયે જય શ્રીરામ બોળવાનું શરૂ કરીશું. આ માટે વિદ્યાર્થીને કોઈ ફરજ નહીં પડાથ, સ્વેચ્છાએ જેને બોલવું હરશે તે બોલી શકશે. અમારી સાથેના અન્ય સ્કૂલ સંચાલકો પણ આ બાબતે હકારાત્મક નિર્ણય ટુંક સમયમાં લેશે.