Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ખેડા જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે.ખેલ મહાકુમ્ભ ૨.૦ યોજાયો

રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ખેડા જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે.ખેલ મહાકુમ્ભ ૨.૦ યોજાયો

ખેડા જિલ્લામાં રમત ગમત યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવ્રૃતિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદના સહયોગ થી ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ઠ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ નડિયાદ દ્વારા આયોજીત અસ્થિ વિષયક દિવ્યાંગોનો સ્પે..ખેલ મહાકુમ્ભ ૨.૦ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા જુદી જુદી ૯ રમતોમા ભાગ લઇને તેઓ પોતાનુ તેમજ જિલ્લાનુ નામ રાજય સ્તરે રોશન કરશે.

ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ઠ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ નડિયાદના પ્રમુખ રાકેશભાઇ ચાવડાએ સૌ દિવ્યાંગ ખેલાડીઓને આવકાર્યા તેમજ રમતને લગતી કેટલીક બાબતો વિશે દિવ્યાંગ ખેલાડીઓને માહિતગાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સ્પે..ખેલ મહાકુમ્ભ ૨.૦ સ્પર્ધા તા. ૨૧ ફેબ્રુઆરી થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી બે દિવસીય આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામા આવ્યુ છે. જેમાં ખેડા જિલ્લા માંથી અંદાજીત ૪૦૦ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ૧૦૦.મી દોડ, ટ્રાયસિકલ રેસ, લાંબી કુદ, ઉચી કુદ, ચક્ર ફેક, ગોળા ફેક, ભાલા ફેક, વોલીબોલ, વ્હીલચેર હર્ડલમાં ભાગ લીધો છે.

આ કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી, ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ઠ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ નડિયાદના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.