નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતના થઇ રહેલા વિકાસની સરાહના કરી જણાવ્યું હતું કે, સુરતમાં રૂા. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા તાપી રીવર બેરેજ થકી દાયકાઓ સુધી પીવાના પાણીનું નિરાકરણ અને પૂરના ખતરામાંથી મુકિત મળશે.
વલસાડની હાફુસ કેરી અને નવસારીના ચિકુ દુનિયાભરમાં વિખ્યાત
વડાપ્રધાનશ્રીએ વાંસી-બોરસીના કાર્યક્મમાં વલસાડની હાફુસ કેરી અને નવસારીના ચિકુ દુનિયાભરમાં વિખ્યાત હોવાનુ જણાવીને નવસારી જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ ૩૫૦ કરોડની રાશિની સહાય મળી છે, તેમ ઉમેર્યું હતું.
પીએમ મિત્ર પાર્ક નવસારીને વૈશ્વિક ઓળખ આપશે
નવસારી વાંસી-બોરસી ખાતે રૂા. ત્રણ હજાર કરોડના નિવેશ સાથે પીએમ મિત્રા પાર્કનુ નિર્માણ થશે. જેના થકી નવસારીના વસ્ત્રો દુનિયાભરમાં મશહુર બનશે. સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોની ગુંજ દુનિયાભરમાં મશહૂર બનશે તેવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો. ગારમેન્ટ, ટેકનિકલ ટેક્ષટાઇલની આખી ચેનની ઈકોસિસ્ટમ બનશે. શ્રમિકો માટે આવાસની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, લોજીસ્ટીક પાર્ક, ટ્રેનિગની સાથે આસપાસના ગામોના વિકાસ સાથે લાખો રોજગારીનુ સર્જન થશે.
પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની સાથે સાથે…
• વાંસી-બોરસીનો પ્રિયમિત્ર પાર્ક દેશનો એવો પ્રથમ પાર્ક છે. જે માટે નવસારી દેશની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નો રાહબર બનશે.
• પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ નવસારી જિલ્લાને રૂા.૩૫૦ કરોડની સહાય કરવામાં આવી છે.
• દાડી નમક સત્યાગ્રહને વિશ્વના નકશા પર અંકિત કરવાનું સૌભાગ્ય આ સરકારે મેળવ્યું છે.
• “મોદીની ગેરંટી” લાખોની જનમેદનીએ મોબાઇલની ફલેશ ચાલુ કરીને વડાપ્રધાનની વિકાસની ગેરંટીને સમર્થન આપ્યું હતું.
• દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વાંસી-બોરસી વિશાળ સમિયાણા આવી પહોંચતા ખુલ્લી જીપમાં પાંચેય ડોમમાં લોક અભિવાદન ઝીલ્યું હતું. લોકોએ તાળીઓના ગડગડાટ અને ભારત માતાકી જે ના નારા સાથે ઉમળકાભેર આવકાર્યા હતા. એક લાખ ઉપરાંતની જનમેદનીએ વડાપ્રધાનશ્રીએ નવસારીની ધરતીના આંગણે આવકાર્યા.
• મુખ્યમંત્રીશ્રીએ ગાંધીજીની મૂર્તિ અને વડાપ્રધાનશ્રીને અયોધ્યા મંદિરની ૫ કિલો ચાંદીથી બનાવાયેલી પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી
• મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ સંગઠન પ્રમુખશ્રી સી.આર.પાટીલના હસ્તે પ્રધાનમંત્રીશ્રીનું ફુલહાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરાયું
• મહિલાઓએ એક સરખા કલરની સાડી પહેરી રામધુન સાથે વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું.
• જયશ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી પાંચેય ડોમ ગુંજી ઉઠ્યા
• મહિલાઓ દ્વારા રામધૂન અને ભજન સાથે આધ્યાત્મિક માહોલમાં ઉષ્માભેર વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું.